GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેરના વિવિધ મંદિરોમાં અન્નકુટના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી.

તારીખ ૨૫/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં દેવ દીપાવલી અને નવા વર્ષના પાવન અવસરે પડતર દિવસે વિવિધ મંદિરોમાં અન્નકુટના દર્શન યોજાયા હતા. સાંજના સુમારે રણછોડજી મંદિર, ગોપાલલાલજી મંદિર, શ્રી રામજી મંદિર તેમજ મોઢેશ્વરી માતા, મહાલક્ષ્મી માતા અને વેરાઈ માતાના મંદિરો ખાતે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને વિવિધ પ્રકારના ભોજનનો અન્નકુટ અર્પણ કરી વૈષ્ણવો અને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરોમાં આખો દિવસ ભક્તિભાવનું માહોલ છવાયેલો રહ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.






