GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
અલાલી ગામ થી વાંટા તરફ જવા માટે પ્લાસ્ટિક ના બેરલ થી બનાવેલ અનોખી નાવડી નો સહારો લઈ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર ગ્રામજનો.!!

તારીખ ૨૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ ના કાલોલ તાલુકાના અલાલી ગામ થી વાંટા તરફ જવા માટે બંને ગામના લોકો ને ગોમા નદી પાર કરવા માટે પ્લાસ્ટિક ના બેરલ થી બનાવેલ અનોખી નાવડી નો સહારો લઇ નદી પાર કરવા મજબૂર ગ્રામજનો જ્યાં અલાલી ગામ ના લોકો ના ખેતર વાંટા ગામ ના સિમ માં આવેલ છે જે ખેડૂતો ને પણ ખેતર જવા માટે રોજ આ નાવડી નો ઉપયોગ મજબૂરીમાં કરવો પડે છે.અને વાંટા ગામ ના લોકો ને પણ અલાલી ગામ માં કોઈ પ્રસંગ માં જવા માટે જીવના જોખમે આજ નાવડી નો સહારો લેવો પડે છે. જો આ નાવડી નો સહારો ના હોય તો સુરેલી નજીક ગોમા નદી પર આવેલા પુલ ઉપર થઈ ને 10 કિમી દૂર સુધી જવા મજબૂર થવું પડે છે. ત્યારે અલાલી ગામ અને વાંટા ગામ ના લોકો ની એક જ માંગ છે કે અલાલી અને વાંટા ગામ ની વચ્ચે આવેલ ગોમા નદી પર કોઝવે બનાવી દેવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે.






