GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:દિવાળી દરમ્યાન બાઇક સ્ટંટ કરી રીલ બનાવી વાયરલ કરનાર બે યુવકોની પોલીસે અટકાયત કરી,સ્ટંટ કરનાર યુવકોને ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૧૦.૨૦૨૫

દિવાળીના તહેવાર દરમિયાન હાલોલના કણજરી રોડ પર બે યુવકો મોટરસાયકલ પર ખતરનાક સ્ટંટ કરી તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, પાવાગઢ રોડ પર આવેલા સુલતાનપુરા ગામના 23 વર્ષીય યુવરાજસિંહ કિરીટસિંહ ચૌહાણ અને 20 વર્ષીય દેવેન્દ્રસિંહ ધીરજકુમારે તેમની બજાજ આરવી 200 તથા બુલેટ મોટરસાયકલ લઈ રાહદારીઓના જીવ જોખમાય તે રીતે પૂરઝડપે વાહન હંકારી સ્ટંટ કર્યો હતો.સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થતા હાલોલ ટાઉન પોલીસ હરકતમાં આવી હતી.વીડિયોના આધારે બંને યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ તેમની મોટરસાયકલો પણ જપ્ત કરવામાં આવી છે.બંને સામે ભારતીય ન્યાય સંહિતા 2023 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે. શનિવારે સાંજે બંને યુવકોને તેમની મોટરસાયકલ સાથે ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!