ઓલ સિપાહી એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ભવ્ય એવોર્ડ સેરેમની ૨૦૨૫નું આયોજન : ૭૦૦થી વધુ શિક્ષણવિદો, સમાજસેવકો અને વિદ્યાર્થીઓને સન્માન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : ઓલ સિપાહી એજયુકેશન ફાઉન્ડેશન વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ટ્રસ્ટ દ્વારા ૨૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ શહેરના ટાગોર હોલ ખાતે એવોર્ડ સેરેમની ૨૦૨૫નું ભવ્ય આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ૭૦૦થી વધુ શિક્ષણવિદો, સમાજસેવકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ, સમાજસેવા અને પ્રતિભાના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર વ્યકિતઓને અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બેસ્ટ ટીચર એવોર્ડ, બેસ્ટ પ્રિન્સિપલ એવોર્ડ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના શ્રેષ્ઠ સિપાહી સ્ટાર એવોર્ડ, વિશેષ એવોર્ડ, ઉચ્ચ શિક્ષણ એવોર્ડ તથા બિઝનેસ એવોર્ડ સહિત ૩૫૦થી વધુ સન્માનો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ D.El.Ed પૂર્ણ કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ અને ૧૨માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ડૉ. મહેબુબ કુરેશીની અનોખી સિદ્ધિને માન આપી તેમને વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં ઓલ સિપાહી એજયુકેશન ફાઉન્ડેશનને પણ વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું, કારણ કે ફાઉન્ડેશનએ માત્ર ચાર કલાકમાં આઠ સામાજિક કાર્યક્રમો પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.
જાહેર જીવન, શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ, બહાદુરખાન પઠાણ અને ઉસ્માન કુરેશીને સીપે સાલાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ ફાઉન્ડેશનની સેવા પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને ભવિષ્યમાં વધુ મક્કમ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં શાહબુદ્દીન રાઠોડ (પદ્મશ્રી), શફીભાઈ મણિયાર, ઈકબાલભાઈ મણિયાર, કરીમભાઈ, અબ્દુલ રજાક કુરેશી, બહાદુરખાન પઠાણ, મહેરૂન્નીસા દેસાઈ, સલીમખાન પઠાણ, ગુલમોઈન ખોખર, જાહિદ કુરેશી, ઝાકીરાબેન સિદ્દીકી સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
આ આયોજનને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ ડો. મહેબુબ કુરેશી, મહામંત્રી ઉસ્માનખાન રાઠોડ, મહિલા પ્રેસિડેન્ટ જાસ્મીન પઠાણ, ઉસ્માન કુરેશી, ગુલમોઇન ખોખર, અસીમ કુરેશી, વિજય શાહ, આદિલ મલેક, અસ્મા મલેક, ડો. અકીલ કુરેશી, જાહિદ ચૌહાણ, અમરીન શેખ, રૂબીના પઠાણ અને સમગ્ર ટીમે પ્રામાણિક મહેનત કરી હતી.
કાર્યક્રમની સફળતા અને જનસહભાગિતાએ શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે વધુ પ્રેરણાદાયી પગલાં લેવા ફાઉન્ડેશનને મજબૂત ઉત્સાહ પૂરો પાડ્યો હતો.






