AHAVADANG

વઘઇ તાલુકાનાં સુસરદા ફાટક નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતાં ગંભીર અકસ્માત,એક વૃદ્ધાનું મોત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સુસરદા ગામની સીમમાં વઘઈ સાપુતારા રોડ પર ઈળુગાનાં પુલથી થોડી આગળ વઘઈ તરફ જતા કોસીમની ઝરી પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો.આ અક્સ્માતમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યુ હતુ.તેમજ ત્રણ ઈસમોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં મલીન ગામ ખાતે રહેતા કલ્પેશભાઈ લાલચંદભાઈ ગાંગોડા પોતાના કબજાની મોટરસાયકલ રજી.નં.GJ -30-E-2081 પર સવાર થઈને મલીનથી હાડકાઈચોંડ ખાતે તેમની દાદી ગંગુબેનની તબિયત સારી ન હોવાથી તેમને લેવા માટે ગયા હતા.અને હાડકાઇચોંડ પહોંચી દાદીને લઇ પરત મલીન ગામે આવેલ હતા.જોકે  દાદીની તબિયત સારી ન હોવાથી કલ્પેશભાઇ તથા તેમની  દાદી ગંગુબેન તથા દાદા ચંદુભાઈ એમ મળી ત્રણેય જણા મોટરસાયકલ પર સવાર થઈ સાકરપાતળ ગામે દવાખાને જવા માટે નિકળેલ હતા અને સાકરપાતળ ખાતે  હોસ્પિટલમાં સારવાર કરાવી પરત મલીન ગામે ત્રણેય જણા મોટર સાયકલ ઉપર બેસી પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન ઈળુગાના પુલથી થોડી આગળ નાળા પાસેથી પસાર થતી વેળાએ સામેથી એક મોટરસાયકલ રજી. નં.GJ-05-AC-6720નાં  ચાલકે પુર ઝડપે અને બેકાળજીથી રોંગ સાઇડમા  મોટર સાયકલ હંકારી  લાવી, કલ્પેશભાઇની  મોટર સાયકલ સાથે અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં કલ્પેશભાઈને તથા દાદા ચંદુભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ દાદી ગંગુ બેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.અને મોટરસાયકલ રજી. નં.GJ-05-AC-6720 ના ચાલકને પણ શરીરે  ગંભીર ઇજાઓ પહોંચી હતી.ત્યારે આ ત્રણેય ઇજાગ્રસ્ત હાલમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.આ અકસ્માતને લઈને વઘઈ પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એસ.રાજપૂતે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!