DASADAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

પાટડી ઉપરીયાળા ગામમાં જુગારની રેડમાં સરપંચ અને ભાજપ અગ્રણી સહિત 5 ઝડપાયા

ઉપરીયાળા ગામમાં જુગાર રમતા રંગેહાથે ઝડપાયા સરપંચ અને પૂર્વ ભાજપ અગ્રણી

તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ઉપરીયાળા ગામમાં જુગાર રમતા રંગેહાથે ઝડપાયા સરપંચ અને પૂર્વ ભાજપ અગ્રણી, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઉપરીયાળા ગામમાં જુગાર રમતા ગામ પંચાયતના સરપંચ પોતે જ પોલીસની ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી સહિત પાંચ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે પાટડી પોલીસે પાંચેય શકૂનીઓને સહિત કુલ 33,780 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આ ઘટના ગામના સરપંચ અને ભાજપના પૂર્વ અગ્રણીના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આવા કેસો ગ્રામીણ વિસ્તારોમાં જુગારના વ્યસન અને તેની સામાજિક અસરોને ઉજાગર કરે છે ગત 23 ઓક્ટોબર, 2025ની રાત્રે ઉપરીયાળા ગામમાં પાટડી પોલીસને ગુપ્ત માહિતી મળી કે ગામમાં ગુપ્ત રીતે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે પોલીસે બાતમીના આધારે રેડ પાડતા સરપંચ કાળુભાઈ ભલુભાઈ ઠાકોર, પૂર્વ ભાજપ અગ્રણી કાળુભાઈ ગણેશભાઈ ઠાકોર સહિત પાંચ વ્યક્તિઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા પોલીસે આરોપીઓને ધરપકડ કરીને મુદ્દામાલ કબજે કર્યો અને તપાસમાં જુગારના ગુનાહિતોમાં વધુ લોકોની સંડોવણીની તપાસ કરાઈ રહી છે આ ઘટના પછી ગામમાં તણાવનું વાતાવરણ ફેલાયું છે આરોપીઓને ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી અને મુદ્દામાલમાં રોકડ, ચાર મોબાઈલ ફોન સહિત કુલ 33,780 રૂપિયાની મૂલ્યની વસ્તુઓ કબજે કરાઈ છે પોલીસે આ ઘટનાની તપાસ ઝડપી કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી છે આ ઘટના ગુજરાતમાં જુગાર વિરુદ્ધની પોલીસની કડક કાર્યવાહીનું પ્રતીક બની છે.

Back to top button
error: Content is protected !!