ધ્રાંગધ્રાનાં નરાળીમાં શહિદ આર્મી જવાનનાં અગ્નિ સંસ્કાર કરાયાં

તા.27/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની આર્મી જવાન મુલાળીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન નિધન થયું છે દેશની રક્ષા કરતા શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહને તેમના વતન નરાળી ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, જવાન વહાણભાઈ જમ્મુ- કાશ્મીર ખાતે સરહદ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેઓ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા તેમની તબિયત વધુ ગંભીર બનતા તેમનું અવસાન થયું હતું ફરજ દરમિયાન અવસાન થવાને કારણે તેમને શહીદનો દરજ્જો મળ્યો છે વીર શહીદ જવાનની અંતિમ યાત્રા ધ્રાંગધ્રાના કુડા ચોકડીથી નરાળી ગામ સુધી કાઢવામાં આવી હતી આ અંતિમ યાત્રામાં પરિવારજનો અને સગાં- સંબંધીઓ ઉપરાંત આખુંય ગામ સ્વયંભૂ જોડાયું હતું દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આર્મી જવાનની અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ શોકમગ્ન બન્યું હતું અને ભારે હૃદયે વિદાય આપી હતી.




