BODELICHHOTA UDAIPUR

બોડેલી જલારામ મંદિર નો તકતી વિવાદ મામલતદાર ને આવેદન આપતાજ પંચોની રૂબરૂમાં તખતી હટાવાઈ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ જલારામ મંદિર પર ભ્રષ્ટાચારના સંકેતો સાથે તખ્તી લગાવવાના બનાવથી સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ, બોડેલી લોહાણા સમાજ સંચાલિત જલારામ મંદિર કેમ્પસ ખાતે વર્ષ 2022-23 દરમિયાન સમાજના સ્વખર્ચે ટોયલેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મંદિરના આ ટોયલેટ પર સરકારી ગ્રાન્ટ હેઠળ નિર્માણ થયેલ હોવાનું લખાણ ધરાવતી કાળી ગ્રેનાઈટની તખ્તી લગાવી દેવામાં આવી છે આ અંગે જલારામ ટ્રસ્ટના પ્રમુખ દિલુભાઈ ઠક્કર તથા અન્ય ટ્રસ્ટીઓએ મામલતદાર શ્રીને લેખિત આવેદનપત્ર આપી આ ઘટનાની ગંભીર તપાસ કરીને તખ્તી લગાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આવેદનપત્રમાં જણાવાયું છે કે તખ્તી લગાવનારોએ મંદિર ટ્રસ્ટને જાણ કર્યા વિના આ કાર્યવાહી કરી છે, જે ભ્રષ્ટાચારની શક્યતા દર્શાવે છે. ટ્રસ્ટનું કહેવું છે કે ટોયલેટ પૂરેપૂરી રીતે ટ્રસ્ટના ભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે અને મંદિરની જમીન પણ જલારામ ટ્રસ્ટની માલિકીની છે.દિલુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે,મંદિરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી અને ખોટી માહિતી આપતી તખ્તી અમને સ્વીકાર્ય નથી. અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક રીતે તખ્તી દૂર કરી યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે ટ્રસ્ટની રજૂઆત બાદ બોડેલી મામલતદારશ્રીએ તાત્કાલિક ધોરણે ત્રણ સભ્યોની પંચની રચના કરી. આ પંચની ઉપસ્થિતિમાં બોડેલી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા તખ્તી હટાવવાની કાર્યવાહી કરી હાલ તખ્તી કોણે લગાવી અને કયા હેતુસર લગાવવામાં આવી તે અંગે સસ્પેન્સ યથાવત છે. તંત્ર દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવાની શક્યતા છે.

રીપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!