VALSADVALSAD CITY / TALUKO

વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ખેડૂતોના પડખે.. ખેડૂતોને થયેલ નુકસાનીના વળતર માટે કૃષિ મંત્રીને રજૂઆત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતના વલસાડ  ડાંગ તેમજ નવસારીના શહેરો સહિત ગામડાઓમાં  ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર કમોસમી વરસાદના પગલે ખેતીપાક અને અન્ય પાકોમાં ભારે નુકસાની થતાં ખેડૂતોમાં ભારે ચિંતા અને આર્થિક રીતે ભારે દુવિધામાં મુકાયા છે. ત્યારે વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલે કમોસમી વરસાદથી ડાંગરના પાકના નુકસાન અંગે રાહત સહાય માટેની ભલામણ કેબિનેટ મંત્રી કૃષિ વિભાગનાં જીતુભાઈ વાઘાણીને કરી છે.વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલે આ ભલામણમાં વલસાડ લોકસભા વિસ્તાર હેઠળનાં વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડેલ હોય, આવા સમયે થયેલા વરસાદને કારણે ડાંગરનો તૈયાર થયેલ પાક પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સાંસદ ધવલ પટેલે જીતુભાઈ વાઘાણી ને પત્ર લખ્યો છે..

Back to top button
error: Content is protected !!