MORBI:મોરબીના બેલા ગામે શેરીમાં મશ્કરીમાં ગાળો બોલવાની ના પાડતાં બાબતે યુવકને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો

MORBI:મોરબીના બેલા ગામે શેરીમાં મશ્કરીમાં ગાળો બોલવાની ના પાડતાં બાબતે યુવકને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો
મોરબી તાલુકાના બેલા ગામ પાસે યુવક તથા તેનો મિત્ર શેરીમાં બેઠલ હોય ત્યારે મિત્ર સાથે મશ્કરીમાં આરોપી ગાળો બોલતો હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવકને લાકડીઓ વડે મારમારી છુટા પથ્થરના ઘા મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા મેહુલભાઈ જયેશભાઇ આચાર્ય (ઉ.વ.૩૭) એ આરોપી વિવેકભાઇ માધાભાઇ રબારી, જેમલભાઇ જીવણભાઇ રબાર, જગદીશભાઇ જીવણભાઇ રબારી, નવઘણભાઇ ખોડાભાઇ રબારી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેના મિત્ર સાહીલ શેરીમા બેઠેલ હોય ત્યારે સાહીલ સાથે મશ્કરીમા આરોપી વિવેકભાઇ માધાભાઇ રબારી ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના કહેતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ફરીયાદીને લાકડીઓ વડે આડેધડ મારમારી તથા ફરીયાદીના બા કનકબેન છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ ફરીયાદીના બા ને ધક્કો મારી પાડી દય તથા ચારેય આરોપીઓએ પથ્થર તથા લાકડાના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ-૧૧૫(૨), ૩૫૨,૩૫૧(૨), ૧૨૫, ૫૪ જી પી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










