GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર ધુનડા રોડ પર કાર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પાણીમાં ઉતરી ગઈ

MORBI:મોરબીના રવાપર ધુનડા રોડ પર કાર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પાણીમાં ઉતરી ગઈ
મોરબી શહેરના રવાપર ધુનડા રોડ ઉપર આવેલ સરસ્વતી ફાર્મની નજીક એક અકસ્માતની ઘટના બની હતી. કાર માલિક દીક્ષિત પટેલ તેમની XUV 700 ફોરવ્હીલ રજી. નં. જીજે-૧૮-બીઆર-૨૩૪૫ લઈને જઈ રહ્યા હતા ત્યારે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડ પર જઈને પાણીમાં ઉતરી ગઈ હતી. ઘટના સમયે દીક્ષિત પટેલે સમય સુચકતા વાપરી તરત જ જાતે કારનો દરવાજો ખોલીને બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ નહોતી. ઘટના અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ તેમજ 112 ઈમર્જન્સી સર્વિસ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. બંને ટીમોએ માલિક સાથે વાતચીત કરી અને વાહનને પાણીમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.










