MORBI:મોરબી ન્યૂમીસમેટિક ક્લબના સભ્યો નવનિયુક્ત મંત્રીઓ તથા નાયબ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે.

MORBI:મોરબી ન્યૂમીસમેટિક ક્લબના સભ્યો નવનિયુક્ત મંત્રીઓ તથા નાયબ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતા શુભઅવસરે મોરબી ન્યુમિસમેટિક ક્લબના ચેરમેન એડવોકેટ મિતેષભાઈ દવે, રાષ્ટ્રિય પરશુરામ યુવા સેના સંઘ ના મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી દર્શનભાઈ દવે તથા સંગઠનના સાથી કિરીટભાઇ રૂપાલા ઉપસ્થિત રહીને અર્જુનભાઈ મોઢવાડિયાને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકો તકરાર ના રાજયકક્ષા ના મંત્રી શ્રી પૂનમચંદ બરંડાજી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી મનીષાબેન વકીલજી તથા પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મંત્રી શ્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા સાથે નવનિયુક્તિ અને નવા વર્ષ ની શુભેચ્છા મુલાકાત કરી.







