વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર અને સોયાબીન પાકને નુકસાન થયું છે. જિલ્લામાં કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વરસાદથી નુકસાન થયેલ ખેતરની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે ખેતરમાં ઉભા પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆત સાંભળી હતી.નોંધનીય છે કે આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં ૨૨૩૦૦ હેક્ટરમાં ડાંગર અને ૨૩૨૩ હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે મુલાકાત દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ. પંચાલ, મદદનીશ ખેતી નિરીક્ષક કુંજલ પટેલ, તલાટી, ગ્રામસેવક અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
78
Next
»
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વરસાદની સ્થિતિને ધ્યાન રાખી પ્રવાસનું આયોજન કરે : કલેકટર