સમગ્ર સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદ થી પાકો ને ભારે નુકશાન ને લઇ સાંસદ દ્વારા રાહત પેકેજ જાહેર કરવા કરી માંગ.

તારીખ ૨૯/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સહિત સમગ્ર પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદ થી પાકો ને ભારે નુકશાન લઇ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ને સંબોધી લખેલા પત્રમાં રજૂઆત કરી તાત્કાલિક સંબંધિત અધિકારીઓને સુચના આપી આ કમોસમી વરસાદથી થયેલ નુકસાન નો તાકીદે સર્વે કરીને ખેડૂતોને આર્થિક સહાય રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
પંચમહાલ સંસદીય મતવિસ્તારના ત્રણ જીલ્લા એવાં પંચમહાલ,મહીસાગર અને ખેડા જિલ્લામાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદી માહોલ જામતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવના સંસદીય મતવિસ્તારના અનેક વિસ્તારોમાં ધાન, કપાસ, મકાઇ, ડાંગર,મગફળી સહિતના પાકો અને ઘાસચારો પાણીમાં ગરકાવ થયા છે.જેના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે. અને ડબલ આર્થિક નૂકશાન થયું છે.ત્યારે અનિયમિત વરસાદને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે.ત્યારે કાલોલના પનોતા પુત્ર અને પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવે મુખ્યમંત્રીને રજૂઆત કરતાં પત્ર લખીને તાત્કાલિક માંગણી કરી છે અને પાકનું તાત્કાલિક સર્વે કાર્ય હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય પાક વળતર તથા સહાય રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે.અને પ્રશાસન દ્વારા નુકસાનગ્રસ્ત પંચમહાલ લોકસભાના મતવિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાંસદ દ્વારા કરવામાં આવી છે.







