ARAVALLIMEGHRAJ

રેલ્લાવાડા ખાતે સંત શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી,11 લિટર દૂધનો મહાભિષેક કરવામાં આવ્યો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડા ખાતે સંત શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી,11 લિટર દૂધનો મહાભિષેક કરવામાં આવ્યો

અરવલ્લી જિલ્લામાં આવેલા રેલ્લાવાડા ગામે પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે જેમ આ વર્ષ એ પણ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રેલ્લાવાડા ગામે આવેલ શ્રી પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિર, શ્રી દક્ષિણમુખી બાલા હનુમાનજી મંદિર તથા સંત શ્રી જલારામ બાપા મંદિરમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

જલારામ બાપાની જન્મજયંતિ ૨૯ ઓક્ટોબર, બુધવારના રોજ સંવત ૨૦૮૨ કારતક સુદ સાતમના શુભ દિવસે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રેલ્લાવાડા મંદિરની 28 મી જલારામ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે બાપાને 11 લિટર દૂધનો તેમજ પંચામૃતનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો અને આરતી કરવામાં આવી હતી ખાસ કરીને મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંદાજે 5 હજાર જેટલા ભક્તો જલારામ બાપાના દર્શન માટે પહોંચશે અને પ્રસાદનો લાભ લેશે

કાર્યક્રમ મુજબ સવારે ૭ વાગ્યે મહા અભિષેક, સવારે ૯ વાગ્યે મહા આરતી, તથા સવારે ૧૧ વાગ્યાથી મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૬ વાગ્યે સંધ્યા આરતી કરવામાંઆવશે.આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મેઘરજ , મોડાસા, રાજેસ્થાન તેમજ આજુબાજુ ગામના મોટી સંખ્યામાં ભાવિકો, ગ્રામજનો તથા આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે રેલ્લાવાડા ગામના સમસ્ત ગામજનો તથા જલારામ બાપા સેવક મંડળ, રેલ્લાવાડાના સેવકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી સમસ્ત શ્રદ્ધાળુઓએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Back to top button
error: Content is protected !!