GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના વઢવાણ, ચુડા અને સાયલામાં 1 ઈંચ વરસાદથી ખેડૂતોના બેહાલ

ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજીનો સોથ વળી ગયો

તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજીનો સોથ વળી ગયો, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાનો વઢવાણ ચુડા અને સાયલા પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકવા પામ્યો છે બીજી તરફ ધાંગધ્રા પાટડી લખતર ચોટીલા થાન અને લીમડી પંથકમાં પણ ઝરમર વરસાદ છે તે વરસવા પામ્યો છે ખેડૂતોની પાંચ મહિનાની મહેનત ઉપર ત્રણ દિવસના વરસાદે પાણી ફેરવી નાખ્યું છે માવઠાના માર સામે જગતનો તાત ચિંતામાં મુકાયો છે કપાસ મગફળી અને શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થયું છે કપાસ પલળી ગયો છે અને કાળો પડવા લાગ્યો છે અને સડવા લાગ્યો છે મગફળીનો તૈયાર પાક છે તે ખેડૂતોના ખેતરમાં પડ્યો છે એટલે તે પણ પલળી ગયો છે પરિણામે મગફળીના અંદરનો દાણો હોય છે તે ચીમડાઈ જવા પામ્યો છે અને તેના પરિણામે ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ નહીં મળે અને અંદરનો દાણો ખરાબ થઈ ગયો હોવાના કારણે ખેડૂતોની મગફળીની ક્વોલિટી પણ ખરાબ થઈ ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લાનો વઢવાણ તાલુકો છે તે શાકભાજીના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે ત્યારે વઢવાણ પંથકના ખેડૂતો દ્વારા લીલા મરચા રીંગણ તુરીયા જેવા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મરચાં અને રીંગણના ફૂલ પણ બેસી ગયા હતા પરંતુ વરસાદના કારણે આ ફૂલ પણ ખરી જવા પામ્યા છે પરિણામે જે શાકભાજીની આવક થવી જોઈએ તેમાં પણ નુકસાનીની ભીતી સર્જાઈ જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત સતત માવઠાનો માર સહન કરતો આવ્યો છે ત્યારે હવે કુદરતના માવઠા સામે ખેડૂત ચિંતામાં મુકાયો છે અને હવે કૃષિ વિભાગ અને સરકાર સામે મિટ માંડીને બેઠો છે કારણ કે માવઠાના માર બાદ કૃષિ વિભાગ અને સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું પાક નુકસાન વળતર પેકેજ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી જેને લઇને જગતનો તાત હવે ચિંતામાં મુકાયો છે મોંઘી બિયારણ મોંઘી દવાઓ મોંઘા ખાતરો અને મોંઘી મજૂરી કરી વાવેતર કર્યું અને પાંચ મહિના સુધી સતત પોતાના બાળકને જેમ પાકની દેખરેખ રાખી અને જ્યારે મોઢામાં આવેલો કોડીયો માવઠાએ છીનવી લીધો છે ત્યારે સરકાર સામું જોવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!