ધ્રાંગધ્રાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને માવઠાથી નુકસાન અંગેનું સહાય પેકેજ જાહેર કરવા પત્ર લખી કરી માંગ

તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે જેમાં ખાસ કરી ધાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠા રૂપી વરસાદના કારણે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને સહાય રૂપી પેકે જાહેર કરવાની માંગ હવે ખુદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી પાસે કરવામાં આવી છે બાગાયત પાકને પણ નુકસાન છે જેમાં દાડમ સરગવો લીંબુ જેવા પાકોને વ્યાપક નુકસાન છે ત્યારે બાગાયત પાકના ઉછેર કરતા ખેડૂતોને નુકસાની અંગેનો સર્વે કરી અને તેમના માટે પણ અલગથી સહાય રૂપી પેકે જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે મગફળી કપાસ જેવા પાકોને પણ નુકસાન છે ત્યારે તેનો પણ અલગ અલગ ટીમો દ્વારા સર્વે કરાવી અને ત્યારબાદ નુકસાની અંગેનો રિપોર્ટ રજૂ કરી અને ખેડૂતોને મળતી સહાય તાત્કાલિક ચુકવવા ધાંગધ્રા ના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે ધ્રાંગધ્રા હળવદના વિધાનસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા તાલુકામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને અલગ અલગ પત્ર લખી ધ્રાંગધ્રા હળવદ તાલુકામાં પડેલા અતિરેક વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે કરી યોગ્ય રાહત પેકેજ આપવા વિનંતી કરી છે વરમોરાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તાજેતરના કમોસમી વરસાદને કારણે વિસ્તારના જુવાર, મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પ્રભાવિત થયા છે ખેડૂતોની હાલતને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક રાહતની જાહેરાત કરે તેવી માગણી તેમણે કરી છે.




