CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ દેવસર ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી.

તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના દેવસર ગ્રામ પંચાયતની નાયબ કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત 28 ઓક્ટોબર 2025ના રોજ થઈ હતી જેમાં તલાટી કમ મંત્રીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી હતી તપાસણી દરમિયાન મુખ્યત્વે વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી આમાં ગામ નમૂના નંબર 1 (ખેતીવાડી પત્રક), ગામ નમૂના નંબર 8(ક) (શિક્ષણ ઉપકર), ગામ નમૂના નંબર 9 (રોજમેળ તથા પહોંચનું પત્રક), ગામ નમૂના નંબર 10 (ચલણ) નો સમાવેશ થાય છે આ ઉપરાંત, ગામ નમૂના નંબર 14 (જન્મ-મરણ રજિસ્ટર), ગામ નમૂના નંબર 14(ડ) (ઢોરોનું રજિસ્ટર), ગામ નમૂના નંબર 17(આવક-જાવક રજિસ્ટર) અને ગામ નમૂના નંબર 18 (સરક્યુલર ફાઇલ) જેવા મહત્વપૂર્ણ દફતરો પણ તપાસવામાં આવ્યા હતા તપાસણીનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો અને રોગચાળા જેવી માહિતી યોગ્ય રીતે જાળવવામાં આવે છે કે નહીં તલાટી કમ મંત્રી નિયમિતપણે ગામની મુલાકાત લે છે ડાયરી લખે છે અને પંચાયતની તમામ મિલકતોની દેખરેખ રાખે છે કે કેમ તે મુદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!