થરાદ થી યાત્રાધામ ઢીમા રોડ પર સીસી રોડની કામગીરી ગોકળગતિએ લોકોમાં ઉગ્ર રોષ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામને જોડતા રોડનું રૂ.30 કરોડ ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે
રોડને 30ફૂટ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે દિવાળી ટાણે 1 કિમી સુધી રોડ પર કપચા નાખવામાં આઅભેપુરાવતાં વાહનચાલકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે તો ઢીમા યાત્રાધામ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે અવરજવર રહે છે તો વળી ટાયરમાં કપચાને કારણે રોજ 20થી વધારે નાના મોટા વાહનોને પંચર પડે છે ત્યારે આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં સીસી રોડની કામ ચાલુ નહી કરતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાથી થરાદ જિલ્લા મથકને જોડતા 12 કિમી રોડનું કામ રૂ 30કરોડનાં ખર્ચે બન્ને સાઈડો પહોળી કરીને 30 ફૂટ બનાવવામાં આવી રહ્યો છે જેમાં ઢીમા અભેપુરા ત્રણ રસ્તાથી ઢીમા નર્મદા કેનાલના પુલ સુધી ફોરલાઈન અને બન્ને સાઈડ ગટર
બનાવવામાં આવશે જોકે માર્ગ અને મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા દોઢ માસથી રોડ વચ્ચે કપચા નાખીને સીસી રોડનું કામ નહી કરતાં શ્રદ્ધાળુઓમાં અને વાહનચાલકોમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે સત્વરે સીસી રોડની કામગીરી ચાલુ કરવાની માંગણી ઉઠી છે નાળાની કામગીરીઓ ચાલી રહી છે ડાયવર્જન નહી હોવાને કારણે વાહનવ્યવહારને પણ તકલીફ થાય છે ત્યારે ડાયવર્જન કેમ નહી આપતા હોય જેને લઈને લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
અંગે માર્ગ અને મકાન વિભાગના એ.સી.ચૌધરીને
જાણ કરવા છતાં એમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતોરોડની કામગીરીઓ ચાલી રહી છે જોકે અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.જ્યારે આ અંગે કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગતને લઈને લોકોમાં સવાલો ઉઠી રહ્યાં નાળાની કામગીરીઓમાં પણ ભ્રષ્ટાચારની
રાવ સિમેન્ટ વગર જ નાળા દેખાય છેસીસી રોડની કામગીરીમાં નાળાની કામગીરીઓ
કરી હતી જેમાં માત્ર એક જ દિવસમાં નાળા નાખીને
- વાહનવ્યવહાર ચાલુ કરાયો હતો અને આર સી સી સિમેન્ટનું કામ પણ બરાબર ન થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે




