
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો
પૌરાણીક સમયનાં ખેરગામના રામજી મંદિરે જલારામ જ્યંતીની છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારી થઈ હતી.જલારામ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં મહાપ્રસાદ માટે આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી તમામ રીતે સંતુષ્ટિ આપી ધન્યતા અનુભવી હતી.જ્યંતી નિમિત્તે ભક્તોના સૈલાબ વચ્ચે કામદાર નેતા આર.સી. પટેલ,ભૌતેશભાઈ કંસારા,અમરતભાઈ પટેલ,અરવિંદભાઈ ચૌહાણ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી આરતી અને મહાપ્રસાદનો લહાવો લીધો હતો.ખેરગામ સહિત આજુબાજુના ગામોમાં આવેલા જલારામ મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક બાપાની જન્મજયંતિની ઉજવણી થઈ હતી.આરસી પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ધર્મનો નશો વિનાશ નોતરે છે,જ્યારે નિયંત્રિત વિવેક સફળ ધાર્મિકતા વિશ્વશાંતિ સર્જે છે,આજે વિશ્વ જ્યારે પદ પૈસા માટે સળગી રહ્યું છે ત્યારે આજના યુવાનોએ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વિચારધારા નઈ પરંતુ જલારામ બાપા જેવા સંતોની વિચારધારા પ્રમાણે જીવન જીવવું જોઈએ એવું કામદાર નેતા આરસી પટેલે પોતાના વક્તવ્યમાં જણાવી રામજી મંદિર ટ્રસ્ટના સભ્યોની વ્યવસ્થા અને કામગીરીને બિરદાવી હતી.




