કમોસમી વરસાદથી ઊભા પાક પર પાણી ફરી વળ્યું

કમોસમી માવઠું: રાજ્ય સરકાર તાલુકામાં સર્વ કરી ખેડૂતોને વળતર ચૂકવે
દિયોદર તાલુકા સરપંચ સંગઠને ધારાસભ્ય અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
કમોસમી વરસાદથી ઊભા પાક પર પાણી ફરી વળ્યું
વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકા ના સરપંચ સંગઠને બુધવારે દિયોદર ધારાસભ્ય તેમજ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી
દિયોદર તાલુકા સરપંચ સંગઠન સરપંચો બુધવારે આવેદન પત્ર આપવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં વર્તમાન સમય કમોસમી વરસાદ ના કારણે પાકોમાં થયેલ નુકશાન નું સર્વ કરી વળતર આપવા રજૂઆત કરી હતી આવેદન પત્ર માં સંબોધાયેલા આ લેખિત આવેદન માં જણાવ્યું હતું કે ચોમાસા પાક માં તેમજ કમોસમી વરસાદ થી દિયોદર તાલુકામાં મોટા પ્રમાણે ખેડૂતો ને પાકમાં નુકશાન થયેલ છે બે મહિના અગાઉ અતિભારે પવન સાથે વરસાદ થયો હતો જેમાં ચોમાસા પાક બાજરી ,મગફળી,કપાસ, ગવાર,ઘાસચારો,તેમજ બાગાયત પાકો જેમાં દાડમ ,જામફળ, બોર,ખારેક,પપૈયું, જેવા અનેક પાકો વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું જેમાં તે સમય પણ સરકાર સમક્ષ માગ કરી હતી ત્યારે વર્તમાન સમય પણ કમોસમી વરસાદ થી ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોને પાક માં નુકશાન આવ્યું છે જેમાં મોટા પ્રમાણે મગફળી માં ભારે નુકશાન આવતા ખેડૂતો પાયમાલ બન્યા છે જેમાં સરકાર દ્વારા દિયોદર તાલુકામાં પણ તત્કાલિત ધોરણે સર્વ કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગ કરી હતી જેમાં સરપંચ સંગઠને દિયોદર ધારાસભ્ય ને પણ રજૂઆત કરી ખેડૂતો ને વળતર આપવા રજૂઆત કરી હતી





