GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના બાકરોલ ગામે રેલ્વે લાઈનમાં કપાઈ જતા જીતપુરા ના 35 વર્ષીય યુવક નુ મોત

 

તારીખ ૩૦/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બાકરોલ ગામની રેલ્વે લાઇન ઉપર કી.મી. નંબર ૪૪૧-૩૧-૩૩પાસે મંગળવારે બપોરે જીતપુરા નિશાળ ફળિયામા રહેતા ૩૫ વર્ષીય યુવક દિલીપભાઈ મગનભાઈ પરમાર ની કોઈ અગમ્ય કારણોસર કપાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવક કાલોલ તાલુકાના મેદાપુર ગામમાં પોતાની બહેનને ઘરે ગયો હતો અને મેદાપુર થી બપોરના એકાદ વાગ્યે પરત ફરતો હતો જે બાદ આવી ઘટના બનતા સમગ્ર પરિવારમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે. મૃતકના ભાઈ ભગીરથસિંહ દ્વારા કાલોલ પોલીસ મથકે જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશ પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આગળની તપાસ બીએનએસ કલમ ૧૯૪ મુજબ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!