કમોસમી વરસાદને કારણે થયેલા નુકશાનનો સર્વે કરાવી ખેડુતોને રાહત પેકેજ આપવા કાલોલ કોંગ્રેસ દ્વારા મામલતદાર અને ટીડીઓ ને રજુઆત.

તારીખ ૩૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદેશ ડેલિકેટ પ્રદ્યુમનસિંહ પરમાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, નસીબદાર રાઠોડ,કિરણભાઈ પરમાર, સખાવત અલી સૈયદ તેમજ અક્રમખાન પઠાણ, શહેર પ્રમુખ પિયુષભાઈ પરમાર, તથા ખેડૂત આગેવાન ચંદ્રસિંહ સોલંકી, મહેન્દ્રભાઈ પટેલ , મનોજભાઈ ગોહિલ અને આગેવાનો દ્વારા આજરોજ કાલોલ તાલુકા મામલતદાર તેમજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે કાલોલ તાલુકાના ખેડૂતોને ડાંગર તેમજ કપાસ અને સોયાબીન શાકભાજી, દિવેલા તેમજ મકાઈ ના તેમજ કઠોળના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના સર્વે કરવાના હુકમમાં કાલોલ તાલુકાના અમુક જ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જે યોગ્ય નથી સમગ્ર તાલુકાના ગામોના સત્વરે સર્વે કરાવી જેમ બને તેમ જલ્દી ખેડૂતોને નુકસાન અંગેનું રાહત પેકેજ આપવામાં આવે તેવી કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોને દેવા માફી અને પાક વીમા બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા આયોજનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે.






