GUJARATHALOLPANCHMAHAL
હાલોલના પાવાગઢ રોડ પર અચાનક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઇ ગઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૧૦.૨૦૨૫
હાલોલ નગરમા પાવાગઢ રોડ કુંભારવાડા પાસે આજે ગુરૂવારે વહેલી સવારે એક હુન્ડાય કંપનીની કારમા અચાનક આગ લાગવાની ઘટણા બની હતી,જોકે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં કાર બળીને ખાખ થઇ જવા પામી હતી જ્યારે આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ કે મુખ્ય રોડ ઉપર અવર-જવર કરતા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા જ્યારે આગ લાગવાની ઘટણાની જાણ હાલોલ નગર પાલિકા ફાયર ફાઇટર ટીમ ને કરતા તાત્કાલિક ફાયર ની ટીમ ઘટણા સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ કાર સંપૂર્ણ આગમાં ભસ્મ થઈ જવા પામી હતી જેથી કાર માલિક ને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.










