સુરેન્દ્રનગર સબ જેલ ખાતે યોગ તાલીમ શિબિર યોજાઈ
બંદીવાનોમાં યોગના માધ્યમથી સકારાત્મક પરિવર્તન લાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સરાહનીય પ્રયાસ

તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
બંદીવાનોમાં યોગના માધ્યમથી સકારાત્મક પરિવર્તન લાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સરાહનીય પ્રયાસ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમાજના દરેક વર્ગના લોકો સુધી યોગની મહત્તા પહોંચે અને સામાન્ય જનતાની માનસિક તેમજ શારીરિક સ્થિતિ સુધરે તેવા ઉમદા હેતુથી સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ પ્રયાસોના ભાગરૂપે, સુરેન્દ્રનગર સબ જેલ ખાતે ગત તા. ૦૨ ઓક્ટોબર થી બંદીવાનો માટે નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અહિંસા થી એકતા તરફ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધી જયંતીથી સરદાર પટેલ જયંતી સુધી આયોજિત આ યોગ તાલીમનો મુખ્ય આશય જેલના કેદીઓ અને સ્ટાફની માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ સુદ્રઢ બને તેમજ કેદીઓ જેલમાંથી બહાર આવી સારા નાગરિક તરીકે જીવન જીવે તેવો છેવગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં જિલ્લા યોગ કોર્ડીનેટર મોનિકાબેન ચુડાસમા દ્વારા પ્રાણાયામની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી યોગ બોર્ડના પ્રશિક્ષિત યોગ ટ્રેનર્સ અમીનભાઈ ચામડિયા અને ભરતસિંહ સિસોદિયાએ દરરોજ સાધકોને ધ્યાન, યોગાસનો અને સૂર્ય નમસ્કારનું અભ્યાસ કરાવ્યો હતો આ ઉપરાંત, ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનને સાર્થક કરવાના હેતુસર સ્થૂળતા (મેદસ્વિતા)ને દૂર કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ શિબિરમાં અધિક્ષક જેલર ગોપાલભાઈ વણઝારા, પોલીસ સ્ટાફના રાજેશભાઈ પરમાર, હિતેશભાઈ ગંગાવાની, હિરેન્દ્રસિંહ આશિયા, ધર્મેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ અજાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




