
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ, ટેકાના ભાવે મગફળીના દર ન મળતાં વિરોધ
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ માર્કેટયાર્ડમાં આજે સવારથી જ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળીનો પાક વેચાણ માટે યાર્ડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા રોષ ફાટી નીકળ્યો હતો.ખેડૂતોનું કહેવું છે કે હાલના બજાર દર તેમની મહેનત અને ખર્ચની સરખામણીમાં ખૂબ ઓછા છે. “અમે આખું વર્ષ પરિશ્રમ કરીને પાક તૈયાર કરીએ છીએ, પણ બજારમાં યોગ્ય ભાવ ન મળે તો જીવન નિર્વાહ મુશ્કેલ બને,” એવી ભાવના અનેક ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.ભાવ ન મળતાં ખેડૂતોમાં અસંતોષ ફેલાયો હતો અને તેમણે માર્કેટયાર્ડમાં વિરોધ દર્શાવ્યો હતો.ખેડૂતોની માગ છે કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે જેથી તેમને યોગ્ય ભાવ મળી શકે. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એપીએમસી માર્કેટમાં હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી






