યુવતીનું શારીરિક શોષણ, લગ્નના બહાને છેતરપિંડી:લગ્નનું વચન આપી યુવકે શારીરિક શોષણ કરી લગ્નની ના પાડી દેતા ફરિયાદ

સમીર પટેલ, ભરૂચ
સુરત જિલ્લા એક તાલુકાના ગામમાં રહેતી યુવતીને પ્રેમમાં લગ્નનું વચન આપી શારિરિક શોષણ કરી છેતરપિંડી કરનાર યુવક વિરુદ્ધ પોલીસમાં ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે તે,વર્ષ 2021 દરમિયાન ભરૂચની એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની ઓળખ કોલેજના જ એક વિદ્યાર્થી સાથે થઈ હતી. સમય જતા બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.
યુવતીના જણાવ્યા મુજબ,આરોપી યુવકે તેને લગ્ન કરવાની ખાતરી અને લાલચ આપી અનેક વખત અલગ-અલગ હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવક યુવતી સાથેનો સંપર્ક તોડી તેના ફોન નંબર બ્લોક કરી દીધા હતા.
યુવતીના માતા-પિતાએ જ્યારે સંબંધની જાણ કરી ત્યારે યુવકે પોતાના માતા-પિતાના નામે બહાના બતાવી લગ્ન કરવાથી ઈનકાર કર્યો હતો. આથી પીડિત યુવતીએ હવે આરોપી વિરુદ્ધ લગ્નના વચનમાં છેતરપિંડી અને શારીરિક શોષણના ગુનાની ફરિયાદ નોંધાવી છે.આ મામલે સી ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી સંબંધિત પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.યુવતીનું શારીરિક શોષણ, લગ્નના બહાને છેતરપિંડી:લગ્નનું વચન આપી યુવકે શારીરિક શોષણ કરી લગ્નની ના પાડી દેતા ફરિયાદ
સુરત જિલ્લા એક તાલુકાના ગામમાં રહેતી યુવતીને પ્રેમમાં લગ્નનું વચન આપી શારિરિક શોષણ કરી છેતરપિંડી કરનાર યુવક વિરુદ્ધ પોલીસમાં ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે તે,વર્ષ 2021 દરમિયાન ભરૂચની એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની ઓળખ કોલેજના જ એક વિદ્યાર્થી સાથે થઈ હતી. સમય જતા બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.
યુવતીના જણાવ્યા મુજબ,આરોપી યુવકે તેને લગ્ન કરવાની ખાતરી અને લાલચ આપી અનેક વખત અલગ-અલગ હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવક યુવતી સાથેનો સંપર્ક તોડી તેના ફોન નંબર બ્લોક કરી દીધા હતા.
યુવતીના માતા-પિતાએ જ્યારે સંબંધની જાણ કરી ત્યારે યુવકે પોતાના માતા-પિતાના નામે બહાના બતાવી લગ્ન કરવાથી ઈનકાર કર્યો હતો. આથી પીડિત યુવતીએ હવે આરોપી વિરુદ્ધ લગ્નના વચનમાં છેતરપિંડી અને શારીરિક શોષણના ગુનાની ફરિયાદ નોંધાવી છે.આ મામલે સી ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી સંબંધિત પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.