
તા.૩૦.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:બ્રહ્માકુમારી હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત દાહોદ ખાતે બ્રહ્માકુમારી બિલીયન મિનીટ્સ ઓફ પીસ અપિલ કાયૅક્મ યોજવામાં આવ્યો
દાહોદ શાંતિ પૂર્ણ વિશ્ર્વ માટે બ્રહ્માકુમારીઝ ની વૈશ્વિક પહેલ અંતર્ગત તારીખ ૨૪ મી ઓક્ટોબર ૨૦૨૫ થી તારીખ ૨૧ મી ડીસેમ્બર ૨૦૨૫ સુધી ચાલનારા આ કાયૅ ક્રમ અંતર્ગત બ્રહ્માકુમારી દાહોદ ખાતે પંચમહાલ.દાહોદ.મહીસાગર જીલ્લા ના સેવા કેન્દ્ર ના મુખ્ય સંચાલક બ્ર.કુ સુરેખા દીદી દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ દામા.નાયબ બાગાયત નિયામક હીમાન્સુ પરિખ.રોટરી સંસ્થા ના પ્રમુખ ડૉ નરેશભાઈ ચાવડા.શિક્ષણ નિરિક્ષક ભોકણ સાહેબ દાહોદ સેવા કેન્દ્ર ના સંચાલક બ્ર.કુ કપિલાબેન ની પ્રેરક ઉપસ્થિતિમાં બિલીયન મિનિટ્સ ઓફ પીસ અપિલ કાયૅક્મ યોજવામાં આવ્યો હતો આજનુ વિશ્ર્વ ચોમેર થી અશાંતિ ની સીમા પર છે ઓમ શાંતિ ના મંત્ર દ્વારા માનવી તણાવ મુક્ત થઈ શાંતિ નો અનુભવ કરે અને શાંત વાતાવરણમાં જીવન ગુજારે તે માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મન ની શાંતિ પ્રાપ્ત થાય તે માટે ના વિવિધ ઉદાહરણો આપી પ્રસંગ ને અનુચિત ઉપસ્થિત ભાઈ.બહેનો ને માગૅદશૅન આપી ઉદબોધન કર્યું હતુશાંતિ આત્મા નો સ્વધર્મ છે વિશ્ર્વ શાંતિ માટે પરમાત્મા ના દીવ્ય કતૅવ્ય ને સમજીએ ઉપસ્થિત સૌ એ શાંતિદાન માટે નો સંકલ્પ કર્યો અને શાંતિ પૂર્ણ વિશ્ર્વ માટે ના સંકલ્પ ને દોહરાવી પ્રતિજ્ઞા લીધી હતી





