GUJARATKUTCHMANDAVI

વિધાસહાયક સામાન્ય ભરતી ધો. ૬ થી ૮ ગણિત વિજ્ઞાન વિષયનું પ્રથમ તબક્કાનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર.

૧૦ અને ૧૧ નવેમ્બરે ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૩૦ ઓક્ટોબર : વિધાસહાયક ભરતી – 2024 (ધોરણ – 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.01/11/2024ની જાહેરાતના ઉમેદવારો માટે સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી જાહેર કરવામાં આવી છે તથા ઉમેદવારોને કોલ-લેટર મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. 8169/2025 અને સંલગ્ન પીટીશનમાં તા.24/07/2025 ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગણિત વિજ્ઞાન વિષયની સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે તથા મેરીટમાં આવતાં ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તા.06/11/2025 ના રોજ 18:00 કલાકથી ઓનલાઈન મેળવી લેવાના રહેશે.વિધાસહાયક ભરતી -2024 (ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં ગણિત વિજ્ઞાન વિષયના અનામત /બિન અનામત કેટેગરીમાં 74.6236 ટકા મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઇન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.10/11/2025 થી તા.11/11/2025 દરમ્યાન જિલ્લા પસંદગી માટે ગાંધીનગર ખાતે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે.નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.ન. 8169/2025 અને સંલગ્ન પીટીશનમાં તા.24/07/2025 ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે તા.23/07/2025 અને તા..24/07/2025 ના રોજ થયેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયાને યથાવત રાખવામાં આવેલ છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઈન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. તથા ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિધાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!