GUJARATMORBIMORBI CITY / TALUKO

મોરબી તાલુકામાં ૮૦ MMથી વધુ વરસાદથી પાક સંપૂર્ણ ધોવાયો; ખેડૂતોની સર્વે વિના તાત્કાલિક સહાય પેકેજ અને લોન માફીની માંગ 

 

મોરબી તાલુકામાં ૮૦ MMથી વધુ વરસાદથી પાક સંપૂર્ણ ધોવાયો; ખેડૂતોની સર્વે વિના તાત્કાલિક સહાય પેકેજ અને લોન માફીની માંગ

 

 

અતિવૃષ્ટિથી જગતનો તાત મુશ્કેલીમાં: ખેતરોમાં પાણી ભરાયા, માર્ગોની હાલત કફોડી મોરબી: મોરબી તાલુકામાં તાજેતરમાં (૨૭ ઓક્ટોબરથી ૧ નવેમ્બર દરમિયાન) વરસેલા ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સમયગાળા દરમિયાન તાલુકામાં ૮૦ એમ.એમ.થી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.પાકને વ્યાપક નુકસાન: અતિશય વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. તૈયાર થયેલો પાક નાશ પામતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.માર્ગોની હાલત: માત્ર પાક જ નહીં, પરંતુ મોરબી તાલુકાના ગામડાઓમાં કાચા માર્ગો પર કાદવ-કિચડ ભરાઈ જવાથી અવર-જવરના માર્ગો પણ બંધ થઈ ગયા છે.

મોરબી સરપંચ એસોસિયેશન દ્વારા  જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કે સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ: લોન માફી અને સર્વે વિના સહાય મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પગલાં લેવા માટે રજૂઆત કરી છે:સર્વે વિના પેકેજ: ખેડૂતોની મુખ્ય માંગ છે કે પાક નુકસાનના સર્વેની પ્રક્રિયા ઘણી લાંબી અને સમય માંગી લે તેવી હોવાથી, કોઈપણ જાતના સર્વે વિના સરકારી આંકડા (વરસાદના રેકોર્ડ)ના આધારે તાત્કાલિક પાક નુકસાનનું પેકેજ જાહેર કરવામાં આવે.લોન અને ધિરાણ માફી: ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા તેમનું લોન અને ધિરાણ પણ માફ કરવામાં આવે.ખેડૂત સમાજે સરકારને નમ્ર અરજ કરી છે કે તેઓ આ અતિશય વરસાદથી થયેલ નુકસાનની ગંભીરતાને સમજીને વહેલી તકે સહાયની જાહેરાત કરે.

Back to top button
error: Content is protected !!