
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ડીએપી ખાતર ની અછત..!!! ખેડૂતો ને દસ દિવસથી નથી મળી રહ્યું ખાતર, કાળાબજારમાં 2100 રૂપિયા એ ખાતર વહેંચાઈ રહ્યું છે – ખેડૂતો
સૌથી વધુ મુશ્કેલી નો સામનો કરી રહ્યો હોય તો તે છે ખેડૂત વારંવાર ખેડૂત માથે કંઈક ને કંઈક રીતે આફત આવતી હોય છે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ની આશા પર પાણી ફરી વેર્યું અને નુકશાન વેઠવાનો વારો આવ્યો.કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થી ખેતી પાકને મસમોટુ નુકશાન થયું અને હવે ખેતીનો સમય થયો ત્યારે શિયાળુ પાક માટે ખેડૂતોને ડીએપી ખાતર નથી મળતું તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. શિયાળું પાક તરીકે ઘઉંના વાવેતર માટે હવે ખેડૂતોને ડીએપી ખાતરની તાતી જરૂરિયા ઊભી થઈ છે પરંતુ ખેડૂતોને જણાવ્યા મુજબ અરવલ્લી જીલ્લાના કેટલાય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડીએપી ખાતર મળતું ન હોવાની વાતો સામે આવતા હવે ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. ખેતીવાડી વિભાગ આ બાબતે સજાગ બને અને ખેડૂતોને સમયસર ડીએપી ખાતર મળી રહે તે જરૂરી છે. તો બીજી બાજુ કાળા બજારમાં વેપારીઓ સ્ટોક સંગ્રહ કરી મોટી કિંમતમાં ડીએપી ખાતર વહેંચી રહ્યા હોય તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. મેઘરજ તાલુકાના શણગાલ વિસ્તારમાં એક વેપારીએ બે ત્રણ દિવસ પહેલા ડીએપી ખાતર 2100 રૂપિયામાં વહેચ્યું હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે જિલ્લા તંત્ર ધ્વારા તપાસ કરી આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે. આ બાબતે ખેતીવાડી વિભાગ પણ ધ્યાને લે અને કાળા બજારીઆઓ સામે કાર્યવાહી કરે અને ખેડૂતો ને ખાતર બાબતે જે મુશ્કેલી વેઠી રહ્યા છે તેનું નિરાકરણ થાય તેવી ખેડૂતોની માંગ સેવાઈ રહી છે




