THARADVAV-THARAD

ઢીમા ટડાવ રોડ પર ભાખરી નાળા નજીક કોઝવે પર અન્ય જગ્યાએ નાળુ નાખતાં વિરોધ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

 

રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ ઢીમા ધામને તાલુકા મથકનો દરજ્જો આપી સરહદી વિસ્તારનાં 40 ગામડાઓને સરકારી કામકાજ અને યાત્રાધામનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઢીમા ટડાવ રોડ પર ભાખરી નાળા નજીક કોઝવે નજીકથી મોટા પ્રમાણમાં વરસાદી પાણી પસાર થાય છે અને વધુ પાણીને લીધે વાહન વ્યવહાર બંધ થાય છે છતાં કોન્ટ્રાકટર દ્વારા કોઝવે નજીક નાળા નહી પણ અન્ય જગ્યાએ નાખતાં ગ્રામજનોમાં ભારે વિરોધ ઉઠ્યો છે રવિવારે ઢીમા સરપંચે કામ બંધ કરાવ્યું હતું જોકે રાજકીય વગ ધરાવતા કોન્ટેક્ટરે જેમ કામ થાય છે એમ જ થશે એવું કહીને કામ ચાલુ રાખ્યું હતું.

 

ઢીમામાં વર્ષોથી વરસાદી પાણી ભરાય છે જોકે આ અંગે સ્થાનિક લોકોએ કોઝવે પર પુલ બને એવી મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે કોઝવે પર ત્રણ બોક્ષ નાળા અને 10 અન્ય વરસાદી પાણીના નિકાલ માટે નાળા નાખવાની કામગીરીઓ ચાલી રહી છે ત્યારે ભાખરીથી ઢીમા ગામમાં જવાનો મુખ્ય રસ્તો હોવાથી અને ચારસ્તા પડતાં હોવાથી ચારે તરફનો રસ્તો પહોળો બને અને મોટા વાહનોને મુખ્ય રોડ પર આવતાં અન્ય વાહનોને મુશ્કેલી ન પડે એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.લોકોએ કહ્યું કે કોન્ટ્રાકટર રાજકીય વગ ધરાવતો હોવાથી લોકોની મુશ્કેલી સમજ્યા વિના જ આડેધડ કામ કરી રહ્યો છે જ્યાં કામ ચાલુ છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું છતાં પીસીસી કરીને જતો રહ્યો આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ કેમ ચૂપ છે એ અંગે પણ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે

 

બોક્ષ.

 

અંગે ઢીમા સરપંચના પિતા માંનાજી રાજપૂતે જણાવ્યું હતું કે વર્ષોથી પાણીનો વ્હેણ ચાલે છે ત્યાં નાળા નાખવામાં આવતા નથી અને અન્ય જગ્યાએ નાખે છે તો આ અંગે કોન્ટ્રાકટરને રજૂઆત કરતાં એણે કહ્યું કે જેમ થતું હશે એમ જ થશે તમારે જ્યાં જવું હોય તો જાઓ મારું નામ હું કરીશ.ગામની માંગણી મુજબ કામ કરે તેવી અમારી માંગણી છે નાળાને ખસેડવામાં આવે એવું કહ્યું હતું.

 

આ અંગે ભરતભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ભાખરી નાળા નજીક કોઝવે આવેલ છે અને ત્યાંથી પાણી પસાર થાય છે છતાં કોન્ટ્રાકટર અને અધિકારીઓ ત્યાંથી દૂર નાળા નાખે છે અને કોઝવે નજીક નાખતા નથી અને મનમાની મુજબ કામ થતું હોવાથી અને સોમવારે જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરીશું

Back to top button
error: Content is protected !!