INTERNATIONAL

500 વર્ષ સુધી રણમાં દટાયેલું ‘બોમ જીસસ’ નામનું જહાજ 2000 સોનાના સિક્કા સહિત મળ્યું

નામીબિયાના સ્પરગેબિએટ રણના દક્ષિણ ભાગમાં વર્ષ 2008માં હીરાની શોધ કરવામા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાનઆફ્રીકાની ધરતી પર 16મી સદીનું સમુદ્રી જહાજનો કાટમાળ મળી આવ્યો છે. જેની ઓળખ ‘બોમ જીસસ’ તરીકે થઈ છે. આ જહાજ પોર્ટુગીઝનું હતું અને 1533માં ભારતની એક વ્યાપારિક યાત્રા દરમિયાન ખોવાયું હોવાનું જણાય છે. જે લગભગ 500 વર્ષ સુધી રણમાં દટાયેલું રહ્યું હતું.

જહાજ રસ્તો ભૂલ્યું અને સ્કેલેટન કોસ્ટ પર અથડાયું હતું. આ વિસ્તાર ધુમ્મસ, ઊંચા મોજા અને ખતરનાક રેતીના ટેકરાઓથી પ્રચલિત છે. જ્યારે નામદેબ ખાતે હીરા ખાણકામ કરનારાઓને લાકડા અને કાટ લાગેલા ધાતુના ટુકડા મળ્યા, ત્યારે તેઓએ અભૂતપૂર્વ ખોદકામ શરૂ કર્યું હતું.

પુરાતત્ત્વ વિભાગને જહાજમાંથી 2000થી વધુ સોનાના સિક્કા, હાથીના દાંત, તાંબુ, હથિયાર અને જહાજ ચલાવવા માટેના ઉપકરણો મળી આવ્યા હતા. નામીબ રણના શુષ્ક વાતાવરણ અને પવનથી ફૂંકાતી રેતીના સ્તરોએ આ જહાજના કાટમાળને કુદરતી શબપેટીમાં બંધ કરી દીધો હતો.

સમગ્ર મામલાનું નેતૃત્ત્વ દક્ષિણ આફ્રીકાના વૈજ્ઞાનિક ડૉ. ડાઈટર નોલીએ કર્યું હતું. જેમણે નામીબિયાના અધિકારીઓ અને વિરાસત એજન્સીઓ સાથે મળીને કામ કર્યું હતું. જેનાથી આ જહાજનો કાટમાળને સુરક્ષિત રીતે નીકાળીને તેની નોંધી લેવામાં આવે.

Back to top button
error: Content is protected !!