
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના તમામ ૫૨૧ ગામોમાં ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને સર્વેની કામગીરી કરવામાં આવી છે. જે ગણતરીના ગામો બાકી છે, તેના સર્વેની કામગીરી પણ મોડી સાંજ સુધીમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવશે.આ સંદર્ભમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના મુજબ ખૂબ ઝડપભેર પાક નુકશાનીના સર્વેની કામગીરી કરવામાં આવી છે, ખેતીવાડી વિભાગની ૮૮ જેટલી ટીમો ગામે ગામ જઈ, પાક નુકસાનીના સર્વેની કામગીરી કરી છે, જેમાં ખેડૂતો અને આગેવાનો સાથે રાખીને ગામવાર પાક નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે. આ ટીમોએ ગામના ચારે દિશામાં આવેલા ખેતરોની મુલાકાત લઈ અને પંચરોજ કામના આધારે પાક નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે. જેના આધારે પંચરોજ કામ કરીને સર્વેની કામગીરી કરવામાં આવી છે.તેમણે એમ પણ જણાવ્યું કે, સર્વેની કામગીરી અંશત જે બાકી રહી છે તે પણ મોડી સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને તેનો સંકલિત અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






