GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અજાણી લાશની ઓળખ મેળવવા જાહેરાત કરાઈ

 

MORBi:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અજાણી લાશની ઓળખ મેળવવા જાહેરાત કરાઈ

 

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતની નોંધ અનુસાર એક અજાણ્યો પુરુષ છે, જેની ઉંમર આશરે ૪૫ થી ૫૦ વર્ષ છે. તેણે ગુલાબી રંગનો શર્ટ , આખી બાંયનું કાળા રંગનું ટી- શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલું છે. તે ગત તારીખ ૦૮-૧૨-૨૦૨૪ ના રોજ સાંજના ૦૭:૧૫ કલાકની આસપાસ મોરબી તાલુકાના રંગપર ગામની સીમ પાસે રંગપર ગામના બસ સ્ટેન્ડની સામે સ્મશાન તરફ જતા રોડ ઉપર પાવર હાઉસ પાસે આવેલ ખરાબામાં ડીકમ્પોઝડ હાલતમાં લાશ મળી આવી છે.

ત્યારબાદ ઉપરોક્ત બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરીને પોસ્ટમોર્ટમ માટે લાશને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. ત્યારબાદ આ લાશનું પોસ્ટમોર્ટમ રાજકોટ સરકારી હોસ્પટલ ખાતે પોસ્ટમોર્ટમ વિભાગમાં મોકલવામાં આવી હતી. ગત તારીખ ૦૮/૧૨/૨૦૨૪ ના રોજ આ લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ લાશની ઓળખ મેળવવા માટે કોલ્ડ સ્ટેરેજ રૂમમાં રાખવામાં આવી છે.

આ લાશની ઓળખ થાય અને મૃતકના સગા સંબંધીની ઓળખાણ મળે તે હેતુથી એ.એસ.આઈ. શ્રી વી.ડી.ખાચર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!