વોકલ ફોર લોકલના મંત્ર સાથે પાલનપુર ખાતે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ પ્રાદેશિક સરસ મેળાનું ઉદ્ઘાટન કર્યું

3 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બહેનો પગભર બને અને તેમની આજીવિકામાં વધારો થાય તે માટે સરકારની પ્રતિબધ્ધતા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી નાગરિકોને સરસ મેળાની મુલાકાત લઈને વિવિધ હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન નિહાળવા અનુરોધ કરતા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી ગ્રામિણ હસ્તકલા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપતો આ મેળો ૧૧ નવેમ્બર સુધી કાર્યરત રહેશે: પાલનપુર રામલીલા મેદાન ખાતે કુલ ૫૫ જેટલા સ્ટોલ કરાયા ઊભા*
આત્મનિર્ભર ભારત અભિયાન થકી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશ વિકસિત બને અને સ્થાનિક સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વોકલ ફોર લોકલ”નું સૂત્ર આપ્યું છે. વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ પાલનપુર ખાતેથી પ્રાદેશિક સરસ મેળાનું રીબીન કાપીને ઉદ્દઘાટન કર્યું હતું. મંત્રીશ્રીએ મેળામાં લાગેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈને સ્વ સહાય જૂથની બહેનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરસ મેળાઓ ગ્રામિણ કલા, હસ્તકલા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું ઉત્તમ માધ્યમ છે. આ મેળાઓ થકી સ્થાનિક ઉત્પાદકો અને સ્વસહાય જૂથો દ્વારા બનેલા સ્વદેશી ઉત્પાદનોને યોગ્ય મંચ મળી રહે છે. મંત્રીશ્રીએ બનાસકાંઠાના નાગરિકોને સરસ મેળામાં મુલાકાત લેવા અને વિવિધ હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન નિહાળવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે, બહેનોની આજીવિકામાં સતત વધારો થાય તથા બહેનો પગભર બની શકે તેના ઉદ્દેશ્ય સાથે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે. બહેનો દ્વારા બનાવેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ થાય અને તેમને આજીવિકાનું પ્લેટફોર્મ મળી રહે તે માટે પ્રાદેશિક સરસ મેળાનું સરસ આયોજન કરાયું છે. પાલનપુર રામલીલા મેદાન ખાતે આ પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરાયું છે. આ મેળો તારીખ ૨ થી ૧૧ નવેમ્બર સુધી કાર્યરત રહેશે. મેળામાં અલગ અલગ કુલ ૫૫ સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં હેન્ડી ક્રાફ્ટ, મોતી કામ, હેન્ડ લૂમ, પૂજા સામગ્રી, પ્રાકૃતિક અને ઓર્ગેનિક જેવી ચીજ વસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વ સહાય જૂથની બહેનો માટે રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. બનાસ વાસીઓને આ મેળામાં આવીને બહેનોને પ્રોત્સાહિત કરવા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની લી. દ્વારા મહિલાઓના સશકિતકરણ માટે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જુથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે જોડાણ કરવા અને ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જુથોની ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ અર્થે સીધુ બજાર મળી રહે અને તેઓને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થઈ શકાય તે હેતુથી આ મેળાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ઈ.ચા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ સહિત સબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.











