વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરાથી મૂળ ઉત્તરપ્રદેશના ૩૫ વર્ષીય અશોકભાઈ ગુમ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ભડકમોરા મોટી સુલપડ, માનવ મિલન મંદિરની પાસે, મધુબેન ભીખુભાઈની ચાલીમાં, રૂમ નં.૦૩ ખાતે રહેતા ૩૫ વર્ષીય અશોક હરિપ્રસાદ ચૌરસિયા (મુળ રહે.- બિન્દહી, થાન-બહોજઘાટ, પોસ્ટ-પાંડેયપુર, જિ-દેવરિયા, ઉત્તરપ્રદેશ) તા. ૧૭/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યાની આસપાસ તેમના મોટાભાઈ સંતોષ પાસેથી ચા પીવા માટે દશ રૂપીયા લઈને ગયા હતા ત્યારબાદ તે દિવસે બપોર સુધી ઘરે આવ્યા ન હતા. તેથી તેમના ભાઈ અને ભાભીએ આસપાસના વિસ્તારમાં તેમની શોધખોળ કરી હતી પરંતુ તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમ અશોક પાતળો બાંધો, ઘઉંવર્ણ અને ૪ ફૂટ ૯ ઈંચ ઉંચાઈ ધરાવે છે. ગુમ અશોકેકાળા કલરની ટી-શર્ટ અને કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલો હતો. તેઓ હિન્દી ભાષા જાણે છે. જો કોઈને પણ આ વ્યક્તિની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો ૦૨૬૦૨૪૬૧૧૦૦, ૬૩૫૧૩૮૪૧૫૮, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩/૨૪૨૯૦૦ અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
				



