ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત યોગ સંવાદ સ્નેહમિલન 2025″ નો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૦૪/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા નગર ખાતે ૨ જી નવેમ્બર ૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત યોગ સંવાદ “સ્નેહમિલન 2025” નો કાર્યક્રમ પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલ જિલ્લા સેવા સદન ગોધરા ખાતે યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી ને કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઉર્જાવાન ચેરમેન યોગસેવક શીશપાલ દ્વારા આખા ગુજરાત માં લાઈવ પ્રસારણ ના માધ્યમ થી દરેક ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને યોગ આહાર, અનાપાન ધ્યાન વિશે માહિતી આપવામાં આવી હતી પોગ્રામ માં અથિતિ વિશેષ માં ગોધરા ના જિલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા ની વિશેષ ઉપસ્થિત વચ્ચે કાલોલ નગર પાલિકાના પુર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય ગૂજરાતરાજય યોગ બૉર્ડ ના આદરણીય ઝોન કોર્ડિનેટર પિન્કીબેન મૅકવાન પ્રસિડેન્ટ ઓફ ગુજરાત વી ક્લબ કાશ્મીરા બેન પાઠક, જિલ્લા કોર્ડીનેટર સોનલબેન પરીખ સોનલબેન દરજી જીલ્લા સોશિયલ મીડિયા શ્યામલ પરીખ પંચમહાલ યોગ કોચ,યોગ ટ્રેનર્સ અને મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

				





