GUJARATLUNAWADAMAHISAGAR

કલેકટર સુશ્રી અર્પિત સાગર દ્વારા શરૂ કરાવેલ કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત મહિસાગરની આંગણવાડીઓમાં કાયાપલટ **

કુપોષણ મુક્ત મહિસાગર અભિયાન રંગ લાવ્યો કલેકટર સુશ્રી અર્પિત સાગરના પ્રયાસોથી બામરોડા-૧ આંગણવાડી કેન્દ્રના ૨૭ બાળકો સામાન્ય ગ્રેડમાં
**

અમીન કોઠારી મહીસાગર…

કલેકટર સુશ્રી અર્પિત સાગર દ્વારા શરૂ કરાવેલ કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત મહિસાગરની આંગણવાડીઓમાં કાયાપલટ

 


સઘન મોનીટરીંગનું પરિણામ મહિસાગરમાં ચાર મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો
**

 

મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર સુશ્રી અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલી કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન કુપોષણની સમસ્યા સામેની લડાઈમાં એક મિસાલ બની રહી છે. આ પહેલથી જિલ્લાના બાળકોના સ્વાસ્થ્ય અને આંગણવાડી કેન્દ્રોની સુવિધાઓમાં નોંધપાત્ર અને હકારાત્મક પરિવર્તન આવ્યું છે.

 

અધિકારીઓ દ્વારા નિયમિત મુલાકાતો અને વ્યક્તિગત ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે કેન્દ્રોની કામગીરીમાં અસરકારક સુધારો જોવા મળી રહ્યો છે.

 

કલેકટરશ્રીએ પોતે દત્તક લીધેલા ખાનપુર તાલુકામાં આવેલ આંગણવાડી કેન્દ્ર બામરોડા-૧ માં સુધારો આ યોજનાની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

જૂન-૨૦૨૫ માં દત્તક લેવાયું ત્યારે આ કેન્દ્રમાં કુલ ૩૧ કુપોષિત બાળકો હતા (જેમાં ૧૧ SAM અને ૨૦ MAM બાળકોનો સમાવેશ થાય છે). જોકે, ઓક્ટોબર-૨૦૨૫ સુધીમાં, આ ૩૧ બાળકો પૈકી કુલ ૨૭ બાળકો સામાન્ય ગ્રેડમાં આવી ગયા છે, જે વહીવટીતંત્રના સઘન પ્રયાસોની સફળતા દર્શાવે છે.

સફળતા સુનિશ્ચિત કરવા માટે, કલેકટર સુશ્રી અર્પિત સાગરે આજ રોજ ફરી વખત બામરોડા આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન વાલીઓ અને બાળકો સાથે સીધી મુલાકાત કરી અને તેમને જાગૃત કર્યા હતા. બાળકોના વજન અને ઊંચાઈની નોંધણી પ્રોપર રીતે થાય તેમજ બાળકો નિયમિત આંગણવાડી કેન્દ્રમાં હાજર રહે તે બાબતે ખાસ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

વધુમાં, બાળકોને બેસવા માટે ખુરશી-ટેબલ પણ કલેકટરશ્રી દ્વારા પુરા પાડવામાં આવ્યા છે, જેથી બાળકોને સારું વાતાવરણ મળી રહે.

ઉલ્લેખનીય છે કે આ યોજના બે તબક્કામાં લાગુ કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કામાં ૨૦૯ અધિકારીશ્રીઓ અને બીજા તબક્કામાં ૩૩૬ આંગણવાડી કેન્દ્રો તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીઓને દત્તક આપવામાં આવ્યા છે. તમામ દત્તક લેનાર અધિકારીશ્રીઓ/કર્મચારીઓને મહિનામાં ફરજિયાત ૧ (એક) વખત પ્રોપર મુલાકાત લઈને રીપોર્ટીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ કાર્યની સમીક્ષા માટે કલેકટરશ્રી દ્વારા નિયમિતપણે રીવ્યુ મીટીંગ પણ લેવામાં આવે છે અને તમામ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.

આ સતત ફોલોઅપ, મોનીટરીંગ અને માર્ગદર્શનના પરિણામે, આંગણવાડી કેન્દ્રોની કામગીરીમાં જબરદસ્ત સુધારો થયો છે. કુપોષિત બાળકોના આરોગ્યમાં સુધારો લાવી શકાયો છે અને આંગણવાડીમાં બાળકોની હાજરી પણ વધી છે. વહીવટીતંત્ર દ્વારા આંગણવાડીની સુવિધાઓને સતત ફોલોઅપ દ્વારા અપગ્રેડ કરવાનું આયોજન પણ હાથ ધરાયું છે. મહિસાગર જિલ્લાની આ પહેલ રાજ્ય માટે એક ઉદાહરણરૂપ બની છે

Back to top button
error: Content is protected !!