
વિજાપુર ખાતે મીરા સૈયદ અલી દાતાર ના (ચિલ્લા શરીફ) ખાતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં આવેલ મીરા દાતાર ના ચિલ્લા ખાતે ઉનાવા ખાતે આવેલ સૈયદ મીરા સૈયદ અલી દાતાર (ર. અ.) ના ઉર્ષ મુબારક ની ઉજવણી ના ભાગ રૂપે ફૂલપોશી અને ન્યાઝ પોશી નો કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે અહીંના વહીવટ કર્તા ફારૂક સૈયદે જણાવ્યું હતુંકે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ નગરપાલિકા પાસે આવેલ મીરાં સૈયદ અલી દાતાર ના ચિલ્લા મુબારક ખાતે ઊર્ષ મુબારક ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.જેમાં નજરો ન્યાઝ નો તેમજ નાઅત પાકનો કાર્યક્રમ રાખવામાં આવે છે. હઝરત મીરા સૈયદ અલી દાતાર ની દરગાહ ખાતે તમામ ધર્મના લોકો શ્રદ્ધા ધરાવે છે અને દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે જોકે મીરા દાતાર ના ઉર્ષની ઉજવણી ગુજરાત ના શહેરો ગામડાઓ જીલ્લા ઓમાં આવેલ તમામ મીરા દાતાર ના ચિલ્લા ખાતે ઉજવણી કરી દેશની અમનો શાંતિ માટે દુવાઓ પ્રાર્થનાઓ કરવામાં આવે છે.આ પ્રસંગ માં હિન્દૂ મુસ્લિમ દરેક કોમના લોકો ઉપસ્થિત રહી એકતા સાથે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી.



