BANASKANTHADEODAR
ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

- ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
*વાવ-થરાદ:* દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાનો મહા મેળો ભરાય છે આ મેળામાં આજે મોટી સંખ્યામાં આવેલા લોકોએ હિંગળાજ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
- કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાઓએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે જેમાં દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે જ્યાં આજુ બાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આવે છે ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું અને માં હિંગળાજ ના દર્શન કરવા માટે હજારો કિલોમીટર દૂર થી લોકો આવે છે જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે વાવ – થરાદ જિલ્લામાં આજે ધનકવાડા તેમજ આગથળા ગામે ભરાયેલા ભાતીગળ મેળામાં દૂર દૂરથી લોકોએ આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ મંદિરે વર્ષોથી કોઇ અનિચ્છનીય ઘટના બનતી નથી અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવે છે તેમજ દિયોદર પોલીસ બંદોબસ્ત સાથે આજે યોજાયેલા આ મહામેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો





