એસબીઆઈ લાઈફે આઈડિએશનએક્સ 2.0 નેશનલ ચેમ્પિયન ટાઇટલ જીત્યું
એસપીજેઆઈએમઆર, મુંબઈના પ્રિતિશ વાધવા, સ્તુતિ રાજેશ શાહ અને ઇશાન શર્માએ ‘એસબીઆઈ લાઈફે આઈડિએશનએક્સ 2.0 નેશનલ ચેમ્પિયન ટાઇટલ જીત્યું

લાઇફ ઇન્શ્યોરન્સ ઉદ્યોગને સરળ બનાવવા તથા તેની નવેસરથી કલ્પના કરવા માટે ટોચની 100 બી-સ્કૂલ્સના 31,000થી વધુ વિદ્યાર્થીઓ ઉદ્યોગ અને શિક્ષણ જગત માટેના પ્લેટફોર્મ આઈડિએશનએક્સ 2.0 પર એક સાથે આવ્યા
અમદાવાદ, નવેમ્બર, 2025 – ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી વિશ્વસનીય લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે આઈડિએશનએક્સ 2.0 ની ગ્રાન્ડ ફિનાલેનું સફળતાપૂર્વક સમાપન કર્યું છે. આઈડિએશનએક્સ 2.0 એ ભારતના લાઇફ ઇન્શ્યોરન્સ ઉદ્યોગ માટે નવીનતમ સોલ્યુશન્સ શોધવા માટે કલ્પના કરાયેલું એક નેશનલ પ્લેટફોર્મ છે. એસ પી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ (એસપીજેઆઈએમઆર), મુંબઈના બીજા વર્ષના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પ્રિતિશ વાધવા, સ્તુતિ રાજેશ શાહ , ઇશાન શર્મા આઈડિએશનએક્સ 2.0 ના વિજેતા બન્યા હતા. આ પહેલ અંતર્ગત ભારતની ટોચની 100 બી-સ્કૂલ્સના 31,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લાઇફ ઇન્શ્યોરન્સ ઉદ્યોગના ભવિષ્યને નવેસરથી વ્યાખ્યાયિત કરી શકે તેવા વિચારોને સાથે મળીને બનાવવા માટે દેશના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ એક મંચ પર આવ્યા હતા.
ભારત વતી પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર અભિનવ બિન્દ્રા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધ્યાન કેન્દ્રિત કરવા, દ્રઢતા કેળવવા અને પોતાના પર વિશ્વાસ રાખવા અંગે પોતાના વિચારોથી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. પોતાની સફરમાંથી સબક લેતા તેમણે દરરોજ કામ કરવા, સતત નવું શીખવા અને ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે સીમાઓ ઓળંગવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ એ સિદ્ધાંતો છે જેણે આઈડિએશનએક્સ ખાતે નવીનતા તથા પ્રગતિનો આધાર રજૂ કર્યો છે. એસબીઆઈ લાઇફની ફ્લેગશિપ યુથ ઇનોવેશન પ્લેટફોર્મ પર લોન્ચ થયેલા આઈડિએશનએક્સ ની લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તેવા નવા વિચારોને પોષવા માટે કલ્પના કરવામાં આવી હતી. તેની બીજી એડિશનમાં આ પહેલે સમગ્ર દેશમાં તેની હાજરી વિસ્તારી હતી અને ભારતમાં ઉદ્યોગજગત તથા શિક્ષણજગતના સૌથી ગતિશીલ સહયોગ પૈકીના એક તરીકે તેનું સ્થાન મજબૂત બનાવ્યું હતું.
હજારો એન્ટ્રીઓમાંથી આઠ ફાઇનલિસ્ટ ટીમો ભવ્ય સ્ટેજ પર પહોંચી હતી અને કંપનીના વરિષ્ઠ અગ્રણીઓ શ્રી અમિત ઝીંગરાન, એમડી અને સીઈઓ, એસબીઆઈ લાઇફ તેમજ શ્રી એમ આનંદ, પ્રેસિડેન્ટ અને ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર, શ્રી અભિજિત ગુલાનિકર, પ્રેસિડેન્ટ – બિઝનેસ સ્ટ્રેટેજી, શ્રી જી. ગુર્ગદાસ, પ્રેસિડેન્ટ – ઓપરેશન્સ એન્ડ આઈટી તથા શ્રી રવિન્દ્ર શર્મા, ચીફ ઓફ બ્રાન્ડ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆર સહિતના કંપનીના વરિષ્ઠ અધિકારીઓ ધરાવતી પ્રતિષ્ઠિત જ્યુરી સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આઈઆઈએમ શિલોંગના બીજા વર્ષના મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ નમિતા ગુપ્તા , નીતિકા બંસલ અને સાક્ષી અગ્રવાલને ફર્સ્ટ રનર- અપ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે માઇકા, અમદાવાદના ઐશ્વર્યા સિંહ, અદિતિ પાંડે અને આદિત્ય જૈન તથા આઈઆઈએમ લખનૌના ચૈતન્ય ગુપ્તા, પ્રાચી દમાણિયા અને આકાશ ભણસેને આઈડિએશનએક્સ 2.0 ના સંયુક્ત સેકન્ડ રનર- અપ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ પહેલના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સના બ્રાન્ડ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆરના ચીફ શ્રી રવિન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે , “ભારત એક એવા મુકામ પર ઊભો છે જ્યાં નવીનતા અને સમાવેશકતા નાણાંકીય સુરક્ષાને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે. એસબીઆઈ લાઇફમાં, અમે માનીએ છીએ કે ઉદ્યોગ માટે આગામી છલાંગ નવી વિચારસરણીથી આવશે; કામગીરી સરળ બનાવતી ટેકનોલોજીથી માંડીને એવા વિચારો સુધી જે વ્ક્તિ ઓને આત્મવિશ્વાસ અને જવાબદારી સાથે તેમની આકાંક્ષાઓને આગળ વધારવા માટે સશક્ત બનાવે. આઈડિએશનએક્સ 2.0 આ વ્યવહારુ નવીનતાની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે, જે ટોચની બી-સ્કૂલના યુવા વિદ્યાર્થીઓને એકસાથે લાવીને લાઇફ ઇન્શ્યોરન્સ કેવી રીતે વધુ સમાવેશક, સહાનુભૂતિપૂર્ણ અને અર્થપૂર્ણ બની શકે છે તેની પુનઃકલ્પના કરે છે. અમે 2047 સુધીમાં સૌના માટે વીમોના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે યુવાઓની આગેવાની હેઠળની નવીનતાને કેન્દ્રસ્થાને જોઈએ છીએ.”
આ કાર્યક્રમમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને ઈડિએશનએક્સ 2.0 ના મુખ્ય અતિથિ અભિનવ બિન્દ્રાએ જણાવ્યું હતું કે, “આ યુવા ઇનોવેટર્સ આઈડિએશનએક્સ 2.0 માં જે જુસ્સો અને ઇરાદો લાવ્યા હતા તે જોવું ખરેખર પ્રેરણાદાયક હતું. તેમની ઊર્જાએ મને મારી પોતાની સફરની યાદ અપાવી જે ધ્યાન, ધીરજ અને સતત પ્રયાસ પર આધારિત હતી. સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરનારી બાબત એ હતી કે સકારાત્મક પરિવર્તનના બળ તરીકે વિચારોનો ઉપયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતા. એસબીઆઈ લાઇફ દ્વારા આઈડિએશનએક્સ જેવા પ્લેટફોર્મ મહત્વપૂર્ણ છે કારણ કે તે યુવા વર્ગને ઊંડાણપૂર્વક વિચારવા, વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરતા વિચારો વિકસાવવા અને લાખો લોકોના જીવનને સ્પર્શતા ઉદ્યોગોમાં નવી ઊર્જાનો સંચાર કરવા માટે પ્રેરણા આપે છે. નવીનતા અને દ્રઢતાનું આ મિશ્રણ આખરે પ્રગતિને આગળ ધપાવે છે.”





