BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
સાયખામાં સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ:ભરૂચ પોલીસે લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માર્ગદર્શન આપ્યું





સમીર પટેલ, ભરૂચ
ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને DYSP પી.એલ.ચૌધરી સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. ભરૂચ સાયબર ક્રાઇમ અને વાગરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
સાયબર ક્રાઇમ પોલીસે સ્થાનિક લોકો અને આસપાસના ગામના આગેવાનોને રોજિંદા જીવનમાં થતા સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી હતી. તેમણે સાયબર છેતરપિંડીથી બચવા માટેની મહત્વપૂર્ણ તકેદારીઓ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ પહેલ દ્વારા લોકોને સાયબર માફિયાઓથી સાવધાન રહેવા અને પોતાની ડિજિટલ સુરક્ષા જાળવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.



