GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:સરસ્વતી વિદ્યામંદિર શાળામાં ગુરુપૂર્ણિમા તથા ગૌરીવ્રતની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૭.૨૦૨૬
તારીખ 29/7/2026 બુધવારના રોજ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં ગુરુપૂર્ણિમા તથા ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓના માતા-પિતાનું શાળાની અંદર પૂજન કરવામાં આવ્યું હતું તથા ગુરૂજનોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાળકોને તેમના માતા પિતા અને ગુરુજનો એ આશીર્વાદ આપ્યા હતા.ગૌરી વ્રત નિમિત્તે શાળાની અંદર જવારા શણગાર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ટેટુ સ્પર્ધા અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજવામાં આવેલ ત્યારબાદ સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ, ટ્રસ્ટી, આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.









