ARAVALLIGUJARATMALPUR

માલપુર ખાતે નવા રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવ દિવાળી ના રોજ ભગવાન નું મેરાયું પ્રગટાવવામાં આવ્યું 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

માલપુર ખાતે નવા રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવ દિવાળી ના રોજ ભગવાન નું મેરાયું પ્રગટાવવામાં આવ્યું

ખાસ કરીને તહેવારની વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મમાં નવીન વર્ષ દિવાળીના બીજા દિવસથી ગણવામાં આવે છે અને કારતક સુદ પૂનમ ના દિવસને ભગવાનની દિવાળી ગણવામાં આવે છે જેને દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે જેમા વિવિધ જગ્યાએ ભગવાન ની દિવાળી ની ઉજવણી કરવામાં આવે છે. જે રીતે દિવાળીના દિવસે મેરાયું પ્રગટાવવામાં આવે છે તેવી રીતે દેવ દિવાળીના દિવસે પણ કેટલીક જગ્યાએ ભગવાન નું મેરાયું પ્રગટાવી ઉજવણી કરવામાં આવે છે માલપુરના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચના પ્રમુખ સી.એમ.પંડ્યા તથા મંત્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા માલપુર દ્વારા સંચાલિત રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવ-દિવાળી ની ઉજવણી કરવામાં આવી અને મહાદેવનું મેરાયું પ્રગટાવી દેવદિવાળી ની ઉજવણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!