વેજલપુર હાઈવે રોડ ઉપર આવેલ એકલવ્ય સ્કૂલ સામે એક્ટિવા સ્લીપ થતા અકસ્માત સર્જાયો.એક ને માથા ના ભાગે ગંભીર ઇજા.

તારીખ ૦૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ વેજલપુર નજીક એકલવ્ય સ્કૂલ સામે એક્ટિવા સ્લીપ થતા અકસ્માતમાં સર્જાતાં એક્ટિવા પર સવાર ત્રણ પૈકી એકને માથાના ભાગે ગંભીર અને બે ને ઓછીવત્તી ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મળતી માહિતી મુજબ કાલોલ તરફ થી એક મહિલા ગોધરા તરફ એક્ટિવા લઈને જઈ રહી હતી અને તેની સાથે બે બાળકો એક્ટિવા ઉપર સવાર હતા ત્યારે અચાનક એક્ટિવા સ્લીપ મારી હતી જે એક્ટિવા નો રજીસ્ટ્રેશન નંબર GJ-20-BH-5822 અને આગળ પાછળ ના ભાગે આર્મી લખેલ હોય ઉપર ત્રણ વ્યક્તિ સવાર હતા જેમાં એક મહિલા અને બે બાળકો હતા જેમાં એક બાળક ને માથા ના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને માથા ના ભાગે ગંભીર ઇજા થતાં રાહદારી દ્વારા માનવતા દેખાડી 108 ની રાહ જોયા વગર તાત્કાલિક તે બાળક ને પ્રાઇવેટ ગાડી માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને મહિલા તેમજ બીજા બાળક ને ઈજાઓ થતા 108 ને જાણ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં હાજર લોકોએ તે મહિલા ના ફોન ઉપર થી 108 તેમજ તેના પરિવાર જનોનો કોન્ટેક્ટ કરવા નો પ્રયાસ કર્યો હતો.






