DESARGUJARATVADODARA

વડોદરા જિલ્લાના સાવલીના લાંછનપુરાગામના સીમાડે મહીસાગર નદીમાં એક યુવક તણાયો

ડેસર. પરમાર ચિરાગ

વડોદરા જિલ્લાના સાવલી ના લાંછનપુરા ગામના સીમાડેથી  પસાર થતી મહીસાગર નદીમાં ગઈકાલે સાંજે વડોદરા થી મિત્રો સાથે મહીસાગર નદીમાં ન્હાવા આવેલ મિત્રો પૈકી આઈ ટી એમ કોલેજ જરોદ માં અભ્યાસ કરતા યુવકનું મહીસાગર નદી માં મોડી રાત્રે તણાયો જેથી સાવલી પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે ગામ ના સ્થાનિક તરવૈયાઓ ની મદદ લઇ ગઈકાલે રાત્રી એ શોધખોળ હાથ ધરી હતી જેથી અંધારું હોવાથી વડોદરા ફાયરવિભાગ ને મહીસાગર નદી માં યુવક તણાઈગયાંની જાણ કરાઈ હતી જેથી આજે સવારે વડોદરા ફાયર વિભાગ ની ટીમ બોટ સાથે લાંછનપુરા આવી પોહચી હતી અને ગઈકાલે મહીસાગરનદીમાં તણાયેલ 21 વર્ષીય યુવક દિવ્ય રાકેશભાઈ ગુપ્તા ના મૃતદેહ ને બહાર શોધીકાઢી પી એમ અર્થે સાવલી ના સરકારી દવાખાને ખસેડાયો હતો ઘટના ની જાણ મૃતક ના પરિવાર જનો ને થતાં ગત રાત્રીએ દોડી આવ્યા હતાં

Back to top button
error: Content is protected !!