ARAVALLIBHILODAGUJARATMODASA

ભિલોડાના વિરપુર ગામે વિકાસના દાવા ખોટા સાબિત — અંતિમ સંસ્કાર માટે નદીમાં થઈને જવું પડ્યું – ટ્રેકટરમાં મૃતદેહ લઈને ગામલોકો પહોંચ્યા સ્મશાને : આઝાદીના વર્ષો પછી પણ નદી પર પૂલ ની માંગ અધૂરી રહી..!! વિડિઓ વાયરલ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

ભિલોડાના વિરપુર ગામે વિકાસના દાવા ખોટા સાબિત — અંતિમ સંસ્કાર માટે નદીમાં થઈને જવું પડ્યું – ટ્રેકટરમાં મૃતદેહ લઈને ગામલોકો પહોંચ્યા સ્મશાને : આઝાદીના વર્ષો પછી પણ નદી પર પૂલ ની માંગ અધૂરી રહી..!! વિડિઓ વાયરલ

 

 

 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વિરપુર ગામમાં આજેય લોકો વિકાસથી વંચિત છે. હાથમતી નદી પર પુલ ન હોવાથી ગામલોકોને આજે પણ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે નદી પાર કરીને લઈ જવું પડે છે જેમા ગામનાવૃદ્ધવ્યક્તિનું અવસાન થતા વીરપુર ગામ આખું શોકમગ્ન હતુ પરંતુ અગ્નિદાહ કઈ રીતે આપવો કે કઈ રીતે પાર્થિવ દેહ ને પંચતત્વ માં વિલીન કરવો એ ખુબ મોટી સમસ્યા હતી પરંતુ ગામ લોકો એ ભેગા મળી ને નદીના બીજા છેડે જવા માટે ટ્રેકટર ની ટ્રોલી માં પાર્થિવ ને રાખી બીજા કાંઠે લઈ જવા મજબુર બન્યા હતા વિરપુર ગામના લોકોને હાથમતી નદી પાર કરવા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે શોક પ્રસંગમાં પણ લોકો મુશ્કેલીમાં મુકાયા. મૃતદેહને ટ્રેક્ટરમાં મૂકીને નદીમાંથી પસાર થવું પડ્યું. ચોમાસામાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે, કારણ કે નદીમાં પાણી ભરાતાં બંને કાંઠા વચ્ચેનો સંપર્ક તૂટે છે.

સ્થાનિક જાગૃત નાગરિકે આ ઘટનાનો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના પગલે વિકાસના દાવા ખોટા સાબિત થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોમાં રોષ જોવા મળ્યો છે અને તેઓએ તાત્કાલિક પુલ બાંધવાની માંગ ઉઠાવી છે.ચોરીમાલા અને વિરપુર ગામ વચ્ચે હાથમતી નદી વહે છે. હાલ ચોરીમાલા ગામે જવા માટે કનાદર ગામ થઈને આશરે 10 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જ્યારે જો પુલનું નિર્માણ થાય તો ફક્ત 2 કિલોમીટરનું અંતર જ રહે તેવું જાગૃત નાગરિકે જણાવ્યું હતું બીજી તરફ ગામલોકોનું કહેવું છે કે — “આઝાદીના વર્ષો વીતી ગયા, છતાં આજે પણ પુલ અને રસ્તા જેવી મૂળભૂત સુવિધા માટે રાહ જોવી પડે છે. ”સ્થાનિકોમાં આ મુદ્દે ભારે નારાજગી વ્યાપી છે અને તેઓએ પ્રશાસનને તાત્કાલિક ધ્યાન આપીને સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ કરી છે.

Back to top button
error: Content is protected !!