હાલારના ગામડાને લગત જાહેરનામુ અંગ્રેજીમાં….!!!??

જાડા એ કનસુમરામાં સર્વે નંબરની શું રમત કરી??દસ ગામડા તો અધ્ધરતાલ છે ને?? બોલો બોલો…..ટેલ ટેલ…..!!
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જીલ્લાના એક ગામડાને લગત જાહેરનામુ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયુ તેમજ સર્વેનંબરની રમતો થઇ છે તેમજ દસ ગામડા હજુ વિકાસ નકશા વગર અધ્ધરતાલ છે તેના ઉકેલના બદલે કનસુમરામાં ચોક્કસ ઝોન ફેર કરવાની ઉતાવળ પણ થઇ જો કે એક જાણીતા ઉદ્યોગપતિની ઇન્ડસ્ટ્રી ઝોનમાંથી રેસીડન્ટ કરવાની બાબત હજુ પાછી ઠેલાઇ છે તેનુ કારણ શું છે?? તો દરેડનુ પણ આવુ જ છે જ્યા અમુક ખેતી કારખાનામા ફેરવવાનુ પાઇપલાઇનમા છે પણ પાઇપ લાઇન ચોકઅપ છે….!!!! ?? માટે અભ્યાસુ અને જાણકાર લોકો એક ફિલ્મના ડાયલોગની જેમ જાડાના ચેરમેનથી પટ્ટાવાળા સુધીનાને આ બધા જ મુદા અંગે પુછે છે અને કહે છે કે…….બોલો…. બોલો ટેલ…. ટેલ……
હવે જુદા જુદા વિષયોની છણાવટ કરીએ તો….
એક અને પહેલી મહત્વની વાત એ કે જામનગરના આગેવાન તેમજ વહીવટતંત્રના હુકમો બદલવાની અનેક વખત સફળ ફરજ પાડનાર જાગૃત અને અભ્યાસુ , જામનગર કોર્પોરેશનની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ નિતિન એ. માડમએ જાડા ચેરમેન એટલે કે મ્યુનિસિપલ કમીશનર દિનેશ મોદીને લેખીત રજુઆત કરી છે ( ઉલ્લેખનીય છે ગત મે ૨૦૨૨ નો જાડાનો ઝોનફેર નો સમગ્ર તાલ માલ તાસીરા મુદે નિતિન માડમ કોર્ટમા ગયેલા અને કવાયતો બાદ મુખ્યમંત્રીએ તે વખતના ત્રણ મુખ્ય ઝોનફેર જાહેરનામા રદ કર્યા હતા જેજાડાના હમણા આવેલા ઇજનેરો તેમજ વાંચકો ને કદાચ યાદ ન પણ હોય) કે કનસુમરા વિસ્તારના ઝોન ફેર અંગે સરકારના અર્બન વિભાગનુ વાંધા સુચન માંગતુ જાહેરનામુ અંગ્રેજીમાં શું કામ?? કેમકે વહીવટની ભાષા ગુજરાતી પણ માંડ સમજાય છે……!!
@ નિતિન માડમની સમયસરની જનહિતની રજુઆત
વિષય તારીખ ૨૦-૦૯-૨૦૨૫ ગેઝેટમાં પ્રસિધ્ધ કનસુમરા ગામતળના વિવિધ સર્વે નંબરોના ઝોન ફેરના જાહેરનામામાં ક્ષતિ અને અસ્પષ્ટતા દુર કરવા તથા સ્પષ્ટતા
કરવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે, જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (જાડા)ની તા. ૧૧/૮/૨૦૨૫ના રોજ મળેલી જનરલ બોર્ડ ની બેઠકમાં કનસુમરા ગામ તળના નવા રેવન્યુ સર્વે નંબર રક, ૨૨૭, ૨૨૮, ૨, ૨૨૦, ૨૩૩ ( જૂના સર્વે નંબર ૧૦૫, ૧૦૨, ૨૦૭, ૧૦૪ પૈકી-૨, ૧૦૩, ૧૯૧)ને અંગ્રેજીના એ બી.સી.ડી શ્રી છેક યુ સુધીના પોકેટમાં આવરી લઈને તેમાં આવતી જમીનોને ખેતીના ઝોનમાંથી ઔદ્યોગિક ઝોનમાં તબદીલ કરવાના ઠરાવને મંજુરી આપી દેવામાં આવી હતી તારીખ ૧૨-૦૮-૨૦૧૫ ના ક્રમાંક નંબર જાવિવિસ/ટેક/થી-૧૮/૨૦૨૫/૧૨૪૪ તાત્કાલિક યુધ્ધના પહેરણે માત્ર બીજા જ દિવસે આ ઠરાવને “શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના અંગ સચિવને ૯ આધારો જોડીને મંજુરી માટે મોકલી પણ દેવામાં આવેલો હતો
(માત્ર પ્રતિકાત્મક નકશો જે વિષયવસ્તુને માત્ર કેન્દ્રીત કરે છે કોઇ સર્વેનંબર દર્શાવતો નથી)
જે બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. ૨૦-૦૯-૨૦૨૫ ના રોજ બાર પાડેલા ગેઝેટમાં આ જમીનોના ઝેન કેરને મંજરી બાબત અંગાઈ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં ઝોન કેર કરવા નક્કી કરાયેલા નવા સર્વે નંબરો (૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૩, ૨૨૦, ૨૩૩)ને દર્શાવવામાં આવેલા નથી. ઉપરાંત જે જુના સર્વે નંબરી દર્શાવેલા છે તેમાં ૧૯૫, ૧૯૨, ૨૦૧૭, 101, ૧૦૪ પૈકી દર્શાવ્યા છે. પરંતુ છે. સર્વે નંબરની જમીન ૧૯૪ પૈકી-૨ ના બદલે ૧૯૪ પૈકી જ દશાથી છે. આ જ રીતે દરખાસ્તમાં દર્શાવેલા સર્વે નંબરની ૧૯૩ જમીનનો પણ ઉલ્લેખ જોવા મળતો નથી.
( જામનગરના જાડા હેઠળના કનસુમરાના ચોક્કસ સર્વેનંબર ના વિસ્તારો ખેતીઝોનમાંથી કારખાના ઝોન કરાયા તે સરકારનુ પ્રિ ગેઝેટ જાહેતનામુ- વાંધા સુચન માંગતુ જાહેતનામુ જે પંચ રોજકામ કરીને જાડાએ જેટલી જગ્યાએ લોકોસહેલાઇથી જોઇ શકે તેમલાગુ પડતા વિસ્તારો સહિતમાં મુક્યુ જ નથી તેનો ફોટો ઉપર)
@ હવે જાડાના દફતર/રેકર્ડ લખનારે વાંચેલુ હોય હવે વધુ ઉંડા ઉતરીએ
૧. ૨૦/૯/૨૫ ના જેટ ગતિએ જાહેરનામુ આવ્યુ ચેરમેનને અને લગતને વોટસએપ થયા બાદ સુચના આવી કે બહુ જાહેર ન કરવુ અને તરત દેખાય નહી તેમ નોટીસ બોર્ડ ઉપર લગાવવુ-આમેય અસલ ઇમેલ પણ ઝાંખો જ છે…..અને બે મહિનામાં વાંધા સુચન મંગાયા તો અત્યાર સુધી પોણા બે મહિના તમે ખાનગીમાં લગત જમીનદારોને પ્રિ ગેઝેટ જાહેરનામુ આપો તો જાહેર જનતાને અને વ્યાપક જાણમા કેમ ન મુક્યુ?
૨. તમે જાહેરનામામા ઝોનફેર દર્શાવ્યા પણ ઝોન ફેર શું કામ કરવા પડ્યા તમારો/જાડાનો ડીપી ૨૦૩૧ સુધીનોમંજુરછે ને છતાય કેમ?? કેમ?? અને કારણ અંગે જાડાની ફાઇલમા એક દરખાસ્ત ટાઇપની અરજી છે જે પ્રિપ્લાન છે તેમા લખ્યુ છે કે જાડાના અગાવના ઝોનફેર જે એગ્રીકલ્ચર માથી ઇન્ડસ્ટ્રી ઝોન થવાથીઆજુબાજુ કારખાના અને વચમા અમારી ખેતીની જમીન હોઇ ખુબ પ્રદુષણ આવવા જવાની તકલીફ બધુ છે તો જલદી ઝોન ફેરવી દો…….હવે ઝોન ફેર કરશે જાડા (પોતાની દરખાસ્ત મુજબ જે સરકારમા તો ફોર્માલીટી માટે જ મોકલી હતી બાકી નક્કી જ હતુ બધુ…….!!! )તો તેનાથી આગળના ગ્રામ વસવાટ ,પાણી,જમીન,ડ્રેનેજ, ખેતરો વગેરેને પ્રદુષણ નહી નડે ?? કે થોડા સમય પછી એની અરજી લખાવશો કે ઝોન ફેર કરો?
૩ ઓગસ્ટની જનરલ બોર્ડમાં મુખ્યત્વે દરેડના અમુક વિસ્તાર કનસુમરાના અમુક વિસ્તાર અને જામનગર શહેરના એક બંધ કારખાનાનો મોટો વિસ્તાર જેમાં વધુ પડતા ખેતી માથી કારખાના કરવાની ઝોન ફેર દરખાસ્ત હતી પરંતુ હાલ માત્ર કનસુમરાના સર્વેનંબરો ને ખેતી ઝોન માથી ઇન્ડસ્ટ્રી ઝોન કરતુ પ્રિ ગેઝેટ જાહેરનામુ એટલે આખરી કરતા પહેલાનુ જાહેરનામુ જ પ્રસિદ્ધ થયુપેલુ દરેડ અને જામનગરની બંધ ઇન્ડ. ના માલિકની અરજીઓ મળી બે મુખ્ય ઝોન ફેર પાઇપલાઇનમા છે કેમકે કનસુમરાના વાંધા સુચન માંગી “હવાનો રૂખ” જોવાય છે…..!!??
૪. કનસુમરાની જમીન અંગે દર્શાવેલા સર્વેનંબરમાં ૧૯૪-૨ એમ સ્પષ્ટ લખવાને બદલે ૧૯૪ જ લખ્યુ અને ૧૯૩ દર્શાવ્યુ જ નહી. ….!!! તો આ સર્વેનંબરોનો ખેલ કેમ?? ટાઉન પ્લાનર નકશા ને સર્વેનંબરો , નોટીફીકેશનો બધુ જ લઇને ઘણા દિ રાત અને દિવસ બેઠા તો ય આ સર્વેનંબર ભુલાયગયા કે……….
૫. જામનગરના જાણીતા ઉદ્યોગ પતિ જો મસમોટા બંધ કારખાના એટલે ઇન્ડસ્ટ્રીઝ ઝોન ને રેસીડન્ટ ઝોનમાં ફેરવવા માંગે છે તો પછી એ જાહેરનામુ પાઇપ લાઇનમાં કેમ છે?? સરકારી કચેરીઓમાં ફાઇલોની પાછળ ખુબ ચીવટ થી રહી જરૂરી “પુર્તતા” કરવામાં માહિર ને પણ શું ટલ્લે ચડાવતા હશે??? કોને ખબર શું રમત હાલે છે…!!
૬ અગાઉ કોઇ કારણસર મસીતીયા,નાઘેડી,વિભાપર,ધુંવાવ,સરમત વગેરે દસ ગામનો ડીપી રદ થયો છે તો તે બધા ગામડાઓમાં બાંધકામ ,રીનોવેશન વગેરે વિકાસ પરવાનગી આપવાનુ જાડામાંથી બંધ છે પબ્લીક હેરાન થાય છે તો ત્યાંનો અલગ ડીપી કે જે જરૂરી હોય તેવી દરખાસ્તો કેમ જાડા કરતુ નથી……!!!
######ગુગલી#####
આ ગુગલી જાડા કચેરી ને લગત નથી
જામનગર વિસ્તાર વિકાસ મંડળના વિસ્તારો અમુક લોકો માટે દુઝણી ગાય છે તો અમુક માટે સોનાની લગડી છે શહેરનો વિસ્તાર વધે છે માથે વારંવાર ડરવલપમેન્ટના પ્લાનીંગના પ્રશ્ર્નો એઝ એ હોલ કરી સંતુલીત ડીપી બનાવવાના બદલે “ટુકડા ટુકડા મૌજ” લેવાય છે આવી મૌજ હાલ લેવાય છે પરંતુ તન વરસ પહેલા આવી મૌજમાં જે જે સંકળાયેલા (સંડોવાયેલા નહી) અમુક ને મુદ્રાઓ પાછી દેવી પડી હતી અમુક હાંસીયામાં ધકેલાયા હતા…….એ બધુ જ જાણકારોને યાદ જ છે
._____________________
રીગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
b.sc.,ll.b.,d.n.y.(GAU)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com






