GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના દેલોલ ખાતે પંચની વાડી અને મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સંપત્તિને નુકસાન પહોંચાડનાર 13 ઈસમો સામે કોર્ટ મા ફરીયાદ.

 

તારીખ ૦૭/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ ગામમાં વીશા ખડાયતા પંચના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા તેજસકુમાર ચંપકલાલ શાહ દ્વારા કાલોલ કોર્ટમાંબી૧૩ ઈસમો સામે ફરિયાદ નોંધાવી જેમાં મુખ્ય હકીકત એવી છે કે ફરિયાદી તેજસકુમાર પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા હતા તેઓ કેટલીક સામાજિક અને આર્થીક.સંસ્થાઓમાં પણ હોદ્દો ધરાવે છે. શૈલેષ મોહનલાલ શાહ અને બીજા ઈસમોએ એક સંપ કરી સાથે મળીને એકબીજાના મેળાપીપણા મા વિશા ખડાયતા પંચના નામે ખોટા સિક્કા અને લેટર પેડ છપાવી ફરિયાદી તેજસ કુમાર પ્રમુખ હોવા છતાં પણ ખોટા લેટર પેડનો ખરા તરીકે ઉપયોગ કરીને જુદી જુદી જગ્યાઓએ સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરેલ એટલું જ નહીં આવા ખોટા લેટર પરના આધારે ખોટા ઠરાવો કરીને ગોધરા ખાતેના મંડળમાં પણ મોકલી ફરિયાદીની બદનામી થાય તેવા પ્રયત્ન કરેલા તા ૦૫/૧૧/૨૪ ના રોજ દેલોલ પંચની વાડીમાં તથા મંદિરના સત્સંગ હોલના તાળા તોડીને ગેરકાયદેસર રીતે મંદિર તથા વાડીમાં પ્રવેશ કરી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ પોતાના તાળા લગાવી દીધા હતા તેજસ કુમાર દ્વારા સમગ્ર બાબતે કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી અને ત્યારબાદ પોલીસ અધિક્ષક અને આઈજી તથા ગૃહ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ તેઓની ફરિયાદ ધ્યાને ન લેતા તેઓએ કાલોલ કોર્ટમાં પોતાના એડવોકેટ પી.એમ.શેખ મારફતે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીની ફરિયાદ અન્વયે કોર્ટે કાલોલ પોલીસ પાસે રિપોર્ટ મંગાવ્યા ની માહિતી મળી રહી છે.

 

Back to top button
error: Content is protected !!